ક્રૂઝ પર ચાલતી ડ્રગ્ઝ પાર્ટી પર NCBની કાર્યવાહી, એક અભિનેતાનો દીકરો સામેલ?

ક્રૂઝ પર ચાલતી ડ્રગ્ઝ પાર્ટી પર NCBની કાર્યવાહી, એક અભિનેતાનો દીકરો સામેલ?

મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ શનિવારે રાત્રે એક ક્રૂઝ શિપમાં ચાલતી એક ડ્રગ પાર્ટી પર દરોડો પાડ્યો હતો.

અધિકારીઓએ આઠ લોકોની અટકાયત કરી છે, જેમાં બે યુવતીઓ પણ છે. સ્થાનિક મીડિયા મુજબ જે લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમાં એક બોલીવૂડ અભિનેતાનો પુત્ર હોવાના અહેવાલ છે, પરંતુ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી.

જે લોકોની અટકાયત કરવામાં આવી છે, તેમાં એક બોલીવૂડ અભિનેતાનો પુત્ર હોવાના અહેવાલ છે

સમાચાર એજન્સી એએનઆઈને એનસીબીના મુંબઈના ડિરેક્ટર સમીર વાનખેડે જણાવે છે કે આ મામલે આર્યન ખાન, અરબાઝ મરચ્ન્ટ, ઇસ્મિતસિંહ, મોહક જસ્વાલ, વિક્રાંત ચોકર, ગોમિત ચોપરાની પૂછપરછ કરાઈ રહી છે.

https://twitter.com/ANI/status/1444542889598468096

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કહ્યું કે આ પાર્ટમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા વિશે તપાસ ચાલી રહી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પોલીસને કોર્ડેલિયા ક્રૂઝ પર એક ડ્રગ પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળી હતી.


મુંબઈથી ગોવા જઈ રહ્યું હતું શિપ

આ ક્રૂઝ શિપ મુંબઈથી ગોવા જઈ રહ્યું હતું. એનસીબીના અધિકારીઓ સાદા કપડાંમાં પર્યટકનો સ્વાંગ કરીને ક્રૂઝ શિપમાં પહોંચી ગયા હતા. ક્રૂઝ શિપે જ્યારે સમુદ્રમાં સફર શરૂ કરી ત્યારે પાર્ટી શરૂ થઈ અને બધા આરોપીઓ રંગેહાથો પકડાયા.

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ રવિવાર સવારે મીડિયાને ઑપરેશનની માહિતી આપી. તેમણે આરોપીઓના નામ વિશે કંઈ માહિતી નહોતી આપી.

કેટલાક મીડિયા અહેવાલ મુજબ ક્રૂઝ શિપ થોડા દિવસો પહેલાં જ શરૂ થયું હતું અને તેના પર યોજાતી પાર્ટીની ટિકિટ 80 હજાર રૂપિયા છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=mtLbsMW9BwQ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X