For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NCP સમર્થીત અપક્ષ ધારાસભ્યોએ શિવસેનાને કર્યું સમર્થન

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, ત્યારબાદ અપક્ષ ધારાસભ્યોની ભૂમિકા ખૂબ મહત્વની બની છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, ત્યારબાદ અપક્ષ ધારાસભ્યોની ભૂમિકા ખૂબ મહત્વની બની છે. દરમિયાન, એનસીપીના ધારાસભ્યનું સમર્થન ધરાવતા અપક્ષ ધારાસભ્ય શંખરાવ ગાડખેએ શિવસેનાને ટેકો જાહેર કર્યો છે. તમને જણાવી દઇએ કે શિવસેના ભાજપ પર 50-50 ફોર્મ્યુલા પર દબાણ બનાવી રહી છે અને અઢી વર્ષ શિવસેના અને અઢી વર્ષ ભાજપને મુખ્યમંત્રી પદ મળે એ માટે વાત કરી રહી છે. પરંતુ ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તે ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ છે અને તેથી તે મુખ્યમંત્રી પદ પર કોઈ સમાધાન કરશે નહીં.

આ અપક્ષ ધારાસભ્યએ શિવ સેનાને આપ્યો ટેકો

આ અપક્ષ ધારાસભ્યએ શિવ સેનાને આપ્યો ટેકો

અહેમદનગરના નેવાસાના અપક્ષ ધારાસભ્યએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમના ઘરે મળ્યા બાદ શિવસેનાને સમર્થન આપવાની ઘોષણા કરી હતી. તમને જણાવી દઇએ કે શંખરાવના પિતા યશવંત રાવ એનસીપીના નેતા હતા. શિવસેનાને સમર્થન આપવાની વાત કરતા શંખરાવે કહ્યું કે હું ગ્રામીણ વિસ્તારનો પ્રતિનિધિ છું, જ્યાં સમસ્યાઓ ખૂબ જટિલ છે, આવી રીતે જો મારે આ સમસ્યાનો સમાધાન લાવવો હોય તો હું સરકાર બનાવનારી એક પાર્ટી સાથે રહીશ. શંખરાવ ગડખે કહ્યું કે આને લીધે મેં આજે શિવસેનાને મારો ટેકો આપવાનો નિર્ણય કર્યો છે.

શિવ સેના 50-50 પોર્મુલા પર અડગ

શિવ સેના 50-50 પોર્મુલા પર અડગ

ગુરુવારે લોકસભાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થયાં, તે પછી તરત જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને 50-50 પાવર ફોર્મ્યુલાની યાદ અપાવી હતી. મળતી માહિતી મુજબ શનિવારે ઉદ્ધવ ઠાકરેએ તેમના ધારાસભ્યોને સ્પષ્ટ કરી દીધું છે કે તેમની પાર્ટી અઢી વર્ષની મુખ્યમંત્રીની ખુરશી ઇચ્છે છે. પરંતુ જો ભાજપ તેમાં સહમત નહીં થાય તો અન્ય વિકલ્પોની ચર્ચા કરવામાં આવશે.

ભાજપને 50-50 ફોર્મુલા નથી માન્ય- સુત્ર

ભાજપને 50-50 ફોર્મુલા નથી માન્ય- સુત્ર

ભાજપના ઉચ્ચ સ્રોતનું કહેવું છે કે ઠાકરેનો પ્રસ્તાવ પાર્ટીને બિલકુલ સ્વીકાર્ય નથી. આ કિસ્સામાં, 50-50 નો ફોર્મ્યુલા જરાય સ્વીકાર્ય નથી. જો ભાજપ અને શિવસેના બંનેએ સમાન બેઠકો જીતી લીધી હોત તો જ આ શક્ય બન્યું હતું. પરંતુ ભાજપને શિવસેના કરતા બમણી બેઠકો મળી છે, તેથી મુખ્યમંત્રી પદ આપવાનો સવાલ જ નથી.

આ પણ વાંચો: શિવસેનાએ ભાજપને ચેતવણી આપી, મહારાષ્ટ્રમાં બીજો વિકલ્પ શોધવા મજબૂર ના કરો

English summary
ncp backed independent mla announces his support to shiv sena
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X