શિવસેનાએ ભાજપને ચેતવણી આપી, મહારાષ્ટ્રમાં બીજો વિકલ્પ શોધવા મજબૂર ના કરો
શિવસેનાએ ભાજપને ચેતવણી આપી, મહારાષ્ટ્રમાં બીજો વિકલ્પ શોધવા મજબૂર ના કરો
નવી દિલ્હીઃ ભાજપ-શિવસેના ગઠબંધનને બહુમત મળ્યું હોવા છતાં મહારાષ્ટ્રમાં નવી સરકાર શપથ ગ્રહણ નથી કરી શકતી. 24 ઓક્ટોબરે આવેલ પરિણામો બાદ પીએમ મોદીએ એલાન કર્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં મહારાષ્ટ્ર વિકાસ કરશે. જો કે આ બધાની વચ્ચે ભાજપ અને શિવસેનામાં 50-50 ફોર્મ્યુલાને લઈ ખેંચતાણ ચાલુ છે. મુખ્યમંત્રી પદને લઈ ખેંચતાણ એટલી તીખી થઈ ગઈ છે કે બંને પાર્ટીઓના નેતાઓએ રાજ્યપાલની અલગ-અલગ મુલાકાત કરી. એવામાં વિવિધ પ્રકારના અંદાજા પણ લગાવવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે એનડીટીવી સાથે વાતચીત કરતા ભાજપને ચેતાવણી આપી.

ભાજપને ચેતવણી
સંજય રાઉતે પોતાના લાંબા સમયના સહયોગી ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપતા કહ્યું કે તેમને વિકલ્પ શોધવા માટે ધકેલવા ન જોઈએ અને રાજનીતિમાં કોઈપણ સંત નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે એક ઈન્ટર્વ્યૂમાં પોતાની પાર્ટીને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનથી સમર્થન લેવાનો સીધી રીતે ઈનકાર કરી દીધો. જો કે તેમણે જોર આપીને કહ્યું કે શિવસેના ગઠબંધનની પવિત્રતામાં વિશ્વાસ રાખે છે.

અમે ભાજપની પ્રતીક્ષા કરશું પરંતુ
સંજય રાઉતે કહ્યું કે સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ રૂપે કહ્યું કે અમે ભાજપની પ્રતીક્ષા કરશું. પરંતુ અમને અન્ય વિકલ્પોની તલાશ કરવા માટે મજબૂર ન કરે. અમે એવું પાપ કરવા નથી માંગતા. તેમણે કહ્યું કે અમે સંભાવનાથી ઈનકાર ન કરી શકીએ. રાજનીતિમાં કોઈપણ સાધુ સંત નથી, જો કે સેના હજુ પણ પોતાના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખે છે. શિવસેના સાંસદે કહ્યું કે અઢી અઢી વર્ષ મુખ્યમંત્રી બનાવાની આ કોઈ નવી માંગ નથી. સંજય રાઉતે કહ્યું કે તેઓ પોતાના વચનથી પાછળ ન હટી શકે. આ તેમની અમારી સાથે સમજૂતી છે. જે સમજવી જોઈએ.

ગત ચૂંટણીમાં ભાજપને એકલાને બહુમત મળ્યો હતો
જણાવી દઈએ કે મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા સીટોમાં ભાજપને 105 સીટ પર જીત મળી છે, જ્યારે સહયોગી શિવસેનાને 56 સીટ પર જીત મળી છે. આવી રીતે ભાજપ-શિવસેના ગઠબંધનને કુલ 161 સીટ મળી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ 54 સીટ જીતી છે જ્યારે કોંગ્રેસના ખાતામાં 43 સીટ ગઈ છે. વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 122, શિવસેનાને 63, કોંગ્રેસને 42 અને રાકાંપાને 41 સીટ મળી હતી. તે ચૂંટણીમાં ભાજપ અને શિવસેના અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. જો કે બાદમાં શિવસેના ભાજપના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થઈ ગઈ હતી.












Click it and Unblock the Notifications
