For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર્રમાં લૉકડાઉન માટે પોતાની જ પાર્ટીના વિરોધમાં છે NCP, કહ્યુ - ફરીથી લૉકડાઉન લાગ્યુ તો...

હવે મહારાષ્ટ્ર સરકારમાં પૂર્ણ લૉકડાઉનની અટકળો માટે વિરોધ દેખાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત થઈ રહેલા વધારાને જોતા રાજ્યમાં પૂર્ણ લૉકડાઉન લગાવવાના ભણકારા વાગી રહ્યા છે. વાસ્તવમાં, રવિવારે કોવિડ ટાસ્ક ફોર્સે સીએમ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રની અંદર પૂર્ણ લૉકડાઉન લગાવવાની ભલામણ કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રીએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી હતી પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારમાં પૂર્ણ લૉકડાઉનની અટકળો માટે વિરોધ દેખાઈ રહ્યો છે.

એનસીપી અને ભાજપ લૉકડાઉનના વિરોધમાં

એનસીપી અને ભાજપ લૉકડાઉનના વિરોધમાં

વાસ્તવમાં, રાજ્યની અંદર લૉકડાઉન લગાવવાના નિર્ણયથી શિવસેના સહયોગી એનસીપી બિલકુલ સંમત નથી. ભાજપે પણ આનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ મહારાષ્ટ્રમાં સંપર્ણ લૉકડાઉન લગાવવાની યોજના પર વાંધો દર્શાવ્યો છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ ટાસ્ક ફોર્સે એક મીટિંગમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજ્યમાં લૉકડાઉન લગાવવાનુ સૂચન કર્યુ ત્યારબાદ સમાચારો છે કે સરકારે આની તૈયારી શરૂ કરી દીધી છે પરંતુ એનસીપીએ લૉકડાઉનનો વિરોધ કર્યો છે.

મહારાષ્ટ્રમાં લૉકડાઉન સહન નહિ કરીએઃ એનસીપી

મહારાષ્ટ્રમાં લૉકડાઉન સહન નહિ કરીએઃ એનસીપી

આ મીટિંગમાં ડેપ્યુટી સીએમ અજીત પવારે મહારાષ્ટ્રમાં પૂર્ણ લૉકડાઉનનો વિરોધ કર્યો. એનસીપી નેતા નવાબ મલિકે પણ કહ્યુ છે, 'અમે મહારાષ્ટ્રમાં વધુ એક લૉકડાઉન સહન નહિ કરી શકીએ, અમે સીએમને અન્ય વિકલ્પો પર વિચાર કરવા માટે કહ્યુ છે. કોરોનાના વધતા કેસોના કારણે તેમણે પ્રશાસનને લૉકડાઉન લગાવવાના આદેશ આપ્યા છે પરંતુ એનો અર્થ એવો નથી કે લૉકડાઉન અપરિહાર્ય છે. જો લોકો નિયમોનુ પાલન કરશે તો આનાથી બચી પણ શકાય છે.'

ભાજપે પણ કર્યો વિરોધ

ભાજપે પણ કર્યો વિરોધ

ભારતીય જનતા પાર્ટીએ પણ લૉકડાઉનનો વિરોધ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યુ કે મહારાષ્ટ્રના અસંગઠિત ક્ષેત્રના લાખો લોકો માટે વધુ એક લૉકડાઉન બહુ મોટી આફત તરીકે સામે આવી શકે છે. ચંદ્રકાંત પાટિલે કહ્યુ, 'લૉકડાઉન આ સ્તરે એક વિકલ્પ નથી. ભાજપ આ રીતના પગલાંનો વિરોધ કરવાનુ છે અને માત્ર અમે નહિ પરંતુ સામાન્ય વેપારી અને મજૂરો પણ આનો વિરોધ કરશે.'

શનાયા કપૂર, અનન્યા પાંડે અને સુહાના ખાને આ રીતે રમી હોળી, ફોટા જોઈને તમે પણ કહેશો 'ક્યૂટ'

English summary
NCP, BJP and other against Shiv sena government over lockdown in Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X