For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની હિટ લિસ્ટ પર NCPનો પલટવાર, કહ્યું મૂર્ખાઓની પાર્ટી છે 'આપ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 દિલ્હીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી માટે પોતાની કમર કસી ચૂકી છે. પાર્ટી પોતાની છબીને વધુ ચમકાવવામાં લાગી ગઇ છે, જેના ભાગરૂપે અન્ય નેતાઓને લોકોની સામે ઊઘાડા પાડી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે બેઇમાન નેતાઓની એક લિસ્ટ જાહેર કરી છે.

કેજરીવાલની હિટ લિસ્ટમાં રાહુલ ગાંધી સહિત ભાજપ અને એનસીપી નેતાઓના પણ નામ સામેલ છે. કેજરીવાલના લિસ્ટમાં પોતાનું નામ જોઇને પાર્ટીઓ રોષે ભરાઇ છે. આ લિસ્ટ જાહેર કરાયા બાદ ભાજપ અને એનસીપી બંને રોષે ભરાઇ છે.

બંનેએ આપ અને કેજરીવાલ પર પલટવાર કર્યો છે. એનસીપીએ તો આમ આદમી પાર્ટીને મૂર્ખાઓની પાર્ટી ગણાવી દીધી છે. એનસીપી પ્રવક્તા નવાબ મલિકે કેજરીવાલના લિસ્ટમાં પોતાના નેતાઓનું નામ હોવાથી તેને અર્થવિહોણું ગણાવીને તેની પર પલટવાર કર્યો છે. એનસીપી નેતા નવાબ મલિકે જણાવ્યું કે આમ આદમી પાર્ટી જનતાને મૂર્ખ બનાવી રહી છે. આ મૂર્ખાઓની પાર્ટી છે.

તેમણે જણાવ્યું કે પાર્ટી કેજરીવાલના દરેક પડકારને મંજૂર કરવા તૈયાર છે. જ્યાં મલિકે 'આપ'ને મૂર્ખાઓની પાર્ટી ગણાવી છે. તેમણે જણાવ્યું કે તેમની પાર્ટી કેજરીવાલના દરેક પડકારને જેલવા માટે તૈયાર છે. આ ઉપરાંત પ્રફુલ્લ પટેલે કહ્યું કે જનતાના દરબારમાં જ નક્કી થશે કે કોણ સાચુ છે અને કોણ ખોટું...

મૂર્ખાઓની પાર્ટી છે 'આપ'

મૂર્ખાઓની પાર્ટી છે 'આપ'

એનસીપી નેતા નવાબ મલિકે જણાવ્યું કે આમ આદમી પાર્ટી જનતાને મૂર્ખ બનાવી રહી છે. આ મૂર્ખાઓની પાર્ટી છે. તેમણે જણાવ્યું કે પાર્ટી કેજરીવાલના દરેક પડકારને મંજૂર કરવા તૈયાર છે.

પ્રફુલ્લ પટેલ

પ્રફુલ્લ પટેલ

પ્રફુલ્લ પટેલે કહ્યું કે જનતાના દરબારમાં જ નક્કી થશે કે કોણ સાચુ છે અને કોણ ખોટું...

મુખ્તાર અબ્બાસ નકવી

મુખ્તાર અબ્બાસ નકવી

કેજરીવાલની લિસ્ટમાં ભાજપી નેતાઓનું નામ સામેલ હોવાથી ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે આ લોકો સપનોના સોદાગર બનીને આવ્યા હતા પરંતુ આજે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે.

લિસ્ટમાં રાહુલ ગાંધી પણ

લિસ્ટમાં રાહુલ ગાંધી પણ

કેજરીવાલની બેઇમાન નેતાઓની લિસ્ટમાં રાહુલ ગાંધીનું નામ પણ સામેલ છે.

કેજરીવાલ માફી માગે

કેજરીવાલ માફી માગે

ભ્રષ્ટ નેતાઓની લિસ્ટમાં પોતાનું નામ હોવાથી રોષે ભરાયેલા ગડકરીએ કેજરીવાલને તેમનું નામ હટાવવા અને માફી માંગવા જણાવ્યું છે. ગડકરીએ કહ્યું કે કેજરીવાલ ત્રણ દિવસમાં માફી માગે નહીંતર માનહાનિનો દાવો કરીશું.

English summary
Targeting AAP, NCP spokesman Nawab Malik said that the party is trying to fool the public. Malik said that NCP had accepted AAP's challenge and was ready to give a befitting reply.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X