MSN-NCP આમને સામને, રાજ ઠાકરેના કાફલા પર થયો પથ્થરમારો

પોલીસે આ મુદ્દે કેટલાક લોકોની ધરપકડ કરી છે. છૂટાછવાયા આગચંપીના બનાવો બન્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ મુદ્દે એમએનએસના એક નેતાની ધરપકડ કરવામાં આવી છે.
એનસીપી કાર્યકર્તાઓ દ્રારા કરવામાં આવેલા પથ્થરમારા બાદ એમએનએસ કાર્યકર્તાઓએ અજીત પવારના પોસ્ટર અને પુતળા સળગાવ્યા હતા અને એનસીપીની ઓફિસો પર હુમલો કર્યો હતો. જો કે એમએનએસ નેતા રાજ ઠાકરે હાલમાં મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. આ પ્રવાસ દરમિયાન તે એનસીપીના દબદબાવાળા વિસ્તારમાંથી પસાર થયા હતા.
પોલીસ દ્રારા મળતી માહિતી મુજબ રાકાંપા કાર્યકર્તાઓએ તેમને કાળા વાવટા બતાવ્યા હતા. આ ઘટના પશ્વિમી મહારાષ્ટ્રના ભિંગર નજીક લગભગ રાત્રે સાડા આઠ વાગે ઘટી હતી.
થોડા દિવસો પહેલાં સોલાપુરમાં રાજ ઠાકરેએ અજિત પવાર અને આર આર પાટીલ પર તીખા પ્રહાર કર્યા હતા. તેના વિરોધમાં અહેમદનગરમાં એમએનએસ કાર્યકર્તાઓએ તેમના કાફલાને કાળા વાવટા બતાવ્યા હતા. આ મુદ્દે ઝપાઝપી અને પથ્થરમારો થયો હતો. પરંતુ એમએનએસ નેતા આ અંગે મનાઇ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
