23મેના પરિણામો પહેલા ભાજપના સહયોગીઓમાં વધી જીત વિશે શંકા

એક તબક્કાનું મતદાન થવાનું બાકી છે પરંતુ ભાજપની જીત વિશે તેમના સહયોગીઓને જ શંકા થવા લાગી છે.

એક તબક્કાનું મતદાન થવાનું બાકી છે પરંતુ ભાજપની જીત વિશે તેમના સહયોગીઓને જ શંકા થવા લાગી છે. એનડીએના અમુક નેતા હવે ભરોસાથી એ કહેવા તૈયાર નથી થઈ રહ્યા કે 2014ની જેમ નરેન્દ્ર મોદી આ વખતે પણ પોતાના દમ પર જાદુઈ આંકડો પાર કરવામાં સફળ થઈ જશે.

અકાલી દળને શંકા

અકાલી દળને શંકા

શિરોમણિ અકાલી દળ (SAD)ના નેતા નરેશ ગુજરાલે હાલમાં જ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત નહિ મળે. જો કે તેમણે એ જરૂર જોડ્યુ કે એનડીએને પૂર્ણ બહુમત મળશે અને તે પોતાના દમ પર સરકાર બનાવવામાં સફળ થશે. પોતાને યથાર્થવાદી ગણાવીને તેમણે સંભાવના વ્યક્ત કરી કે ભાજપ પોતાના દમ પર પૂર્ણ બહુમતથી થોડી પાછળ રહી જશે પરંતુ એનડીએને એટલી સીટો જરૂર મળી જશે જેનાથી તે ગઠબંધનની પૂર્ણ બહુમતવાળી એક મજબૂત સરકાર બનાવી શકે. ઉલ્લેખનીય છે કે શિરોમણિ અકાલી દળ ભાજપની સૌથી જૂની અને ભરોસાપાત્ર સહયોગી માનવામાં આવે છે.

જેડીયુએ પણ વ્યક્ત કરી શંકા

જેડીયુએ પણ વ્યક્ત કરી શંકા

જેડીયુ નેતા કે સી ત્યાગી પહેલા એ વાત કહી ચૂક્યા છે કે ભાજપને આ વખતે 2014 જેટલી સીટો મળવાની આશા નથી. જો કે તેમણે એ નથી કહ્યુ કે તેને બહુમત નહિ મળે. જો કે તેમની જ પાર્ટીના નેતા અને ગુલામ રસૂલ બલયાવી આનાથી ઘણુ આગળ વધીને ત્યાં સુધી કહી ચૂક્યા છે કે એનડીએને પણ આ વખતે પૂર્ણ બહુમત મળવાની આશા નથી. આના માટે તે એક સૂચન પણ કરી ચૂક્યા છે કે નીતિશ કુમારને એનડીએના પ્રધાનમંત્રીના ચહેરા તરીકે રજૂ કરવામાં આવવા જોઈએ. કદાચ તેમનુ માનવુ છે કે બિહારના મુખ્યમંત્રીના ચહેરા પર જો જરૂર પડી તો બીજા અમુક સહયોગીઓને એનડીએ સાથે જોડવામાં આવી શકે છે.

આઠવલેએ પણ સીટો ઓછી થવાનું જતાવ્યુ અનુમાન

આઠવલેએ પણ સીટો ઓછી થવાનું જતાવ્યુ અનુમાન

ઝી ન્યૂઝના સમાચાર અનુસાર કેન્દ્રીય મંત્રી અને આરપીઆઈ નેતા રામદાસ આઠવલેએ પણ કહ્યુ છે કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ભાજપને આ વખતે 2014ના મુકાબલે ઓછી સીટો મળશે. તેમના મુજબ યુપીમાં બસપા-સપા વચ્ચે ગઠબંધનના કારણે ભાજપને 10થી 15 સીટોનું નુકશાન થઈ શકે છે. વળી, મહારાષ્ટ્રમાં પણ તેમણે ભાજપની 5થી 6 સીટો ઘટવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે એ પણ દાવો કર્યો છેકે હાલમાં આ બંને રાજ્યોમાં થનાર નુકશાનની ભરપાઈ ભાજપ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ઘણી સીટો જીતીને કરશે અને નરેન્દ્ર મોદી એક વાર ફરીથી પ્રધાનમંત્રી બનશે. આ દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના નેતા કેશવ ઉપાધ્યાયે મહારાષ્ટ્ર માટે આઠવલેના અનુમાનોને નકારતા દાવો કર્યો છે, તેમની પાર્ટી રાજ્યમાં 2014થી પણ વધુ સીટો જીતવા જઈ રહી છે.

રામ માધવ પણ વ્યક્ત કરી ચૂક્યા છે શંકા

રામ માધવ પણ વ્યક્ત કરી ચૂક્યા છે શંકા

ભાજપને પોતાના દમ પર પૂર્ણ બહુમત આવવા વિશે સૌથી પહેલા ભાજપની અંદરથી જ આશંકા વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. પાર્ટી મહાસચિવ રામ માધવ કહી ચૂક્યા છે કે પાર્ટી મેજિક ફિગર મેળવવામાં નિષ્ફળ રહી શકે છે. ત્યારબાદ સત્તાધારી દળની અંદર આ ચર્ચાએ પણ જોર પકડવુ શરૂ કરી દીધુ હતુ કે ક્યાંક 23 તારીખ બાદ તેને બીજા અમુક સહયોગીઓની જરૂર ન પડી જાય.

શિવસેનાને પણ છે શંકા

શિવસેનાને પણ છે શંકા

જોવાની વાત એ છે કે જ્યારે રામ માધવના નિવેદન પર સત્તાધારી ગઠબંધનની અંદર ઘમાસાણ મચેલુ હતુ ત્યારે એનડીએના વધુ એક સહયોગી શિવસેનાએ પણ તેમની વાત સાથે અસંમતિ દર્શાવી હતી. શિવસેના નેતા સંજય રાઉતે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, ‘તેમનુ (રામ માધવ)નું નિવેદન સાચુ લાગે છે. દેશમા અત્યારે પણ એવુ જ અનુભવી રહ્યો છુ. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) ની સરકાર બનશે અને ભાજપ સૌથી મોટી પાર્ટી હશે. પરંતુ ભાજપ માટે 280 પ્લસ જીતવુ થોડુ મુશ્કેલ લાગી રહ્યુ છે.' તેમના જણાવ્યા મુજબ દેશભરમાં વિપક્ષી ગઠબંધનના કારણે ભાજપને પૂર્ણ બહુમત મળવામાં મુશ્કેલી થશે. તેમણે કહ્યુ, ‘અમને વિશ્વાસ છે કે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) 300ના આંકડાને પાર કરશે પરંતુ ભાજપની સીટો ઓછી થશે.'

ભાજપના સહયોગીઓની ટીસ!

ભાજપના સહયોગીઓની ટીસ!

2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએની સરકાર બની હતી. પરંતુ ભાજપ પાસે પૂર્ણ બહુમત હોવાના કારણે સહયોગીઓને મોદી પર દબાણ બનાવવાનું સરળ નહોતુ. જો ભાજપને સરકાર બનાવવા માટે આ વખતે સહયોગીઓ પર નિર્ભર થવુ પડ્યુ તો કહાનીમાં ટ્વિસ્ટ આવવાનુ નિશ્ચિત છે, જેના સંકેત મળી પણ રહ્યા છે. જો કે પ્રધાનમંત્રી પદ માટે ભાજપ ન પણ માને પરંતુ પ્રમુખ મંત્રાલયોની ચાવી પોતાની મુઠ્ઠીમાં રાખવાનું દબાણ સહયોગી દળ જરૂરી બનાવી શકે છે. સતીષ ગુજરાલે આના સંકેત પણ એમ કહીને આપી દીધા છે કે તેમની પાર્ટી ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે એટલા માટે તે એગ્રીકલ્ચર સાથે જોડાયેલ પોર્ટફોલિયોની માંગ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X