For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા બાદ 2012 સુધી રાજ્યસભામાં એનડીએને મળશે પૂર્ણ બહુમત

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ એનડીએ હવે રાજ્યસભામાં પણ બહુમત તરફ આગળ વધી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ એનડીએ હવે રાજ્યસભામાં પણ બહુમત તરફ આગળ વધી રહ્યુ છે. રાજ્યસભામાં બહુમત માટે કુલ 124 સીટોની જરૂર હોય છે. આંકડા પર નજર નાખીએ તો એનડીએ 2021માં રાજ્યસભામાં પૂર્ણ બહુમત મેળવી લેશે. જો કે આમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં થનારી વિધાનસભા ચૂંટણી મહત્વની ભૂમિકા નિભાવશે. એવામાં રાજ્યસભામાં પૂર્ણ બહુમત મેળવ્યા બાદ એનડીએ એ તમામ નિર્ણયો લેવામાં સફળ થશે જે તે ગયા કાર્યકાળમાં બહુમતનો આંકડો ન હોવાના કારણે લેવામાં અસમર્થ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર, પરેશ ધાનાણી બાદ અમિત ચાવડાએ પણ આપ્યું રાજીનામું

એનડીએ પાસે 102 સીટો

એનડીએ પાસે 102 સીટો

ભાજપની આગેવાનીવાળી એનડીએની વાત કરીએ તો રાજ્યસભામાં પાર્ટી પાસે 102 સાંસદ છે. વળી, કોંગ્રેસની આગેવાનીવાળા યુપીએ પાસે 66 સાંસદ છે. જ્યારે બાકીની સીટોની વાત કરીએ તો તે અલગ અલગ સ્થાનિક દળોમાં વહેંચાયેલા છે. વળી આમાં અપક્ષ સાંસદ પણ શામેલ છે. એનડીએના કુલ 102 સાંસદ છે તો એકલા ભાજપ પાસે કુલ 73 રાજ્યસભા સાંસદ છે. વળી, વિપક્ષની વાત કરીએ તો તેમની પાસે કુલ 101 સાંસદ છે જેમાં કોંગ્રેસ પાસે 50 સાંસદ છે. જ્યારે 8 સીટો હજુ ખાલી છે જેમાં બે સીટ અસમ, 6 સીટ તમિલનાડુની છે, બંને અસમની સીટ કોંગ્રેસ પાસે છે.

2020માં થશે મોટો ફેરફાર

2020માં થશે મોટો ફેરફાર

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ રાજ્યસભા સાંસદ છે અને તે 14 જૂને રિટાયર થઈ રહ્યા છે. વળી, તમિલનાડુની છ સીટોમાં એઆઈએડીએમકે પાસે ચાર સીટો છે. સીપીઆઈ અને ડીએમકે પાસે એક એક સીટ છે. એઆઈએડીએમકેને એક સીટનું નુકશાન થશે જ્યારે ડીએમકેને બે સીટો પર ફાયદો થશે. રાજ્યસભાની સીટોમાંથી સૌથી મોટો ફેરફાર 2020માં જોવા મળશે જ્યારે સંસદમાં 72 નવા સભ્ય પહોંચશે. જેમાંથી 15 એવા રાજ્યસભા સાંસદ હશે જેમને કોંગ્રેસ ફરીથી પાછા નહિ લાવી શકે.

ઘણા પક્ષોની સંખ્યા ઘટશે

ઘણા પક્ષોની સંખ્યા ઘટશે

2020ની વાત કરીએ તો લેફ્ટ પાસે માત્ર પાંચ સાંસદ રહી જશે. વર્તમાન સમયમાં તેમની પાસે સાત સાંસદ છે. લેફ્ટના બે સાંસદ ડી રાજા અને ટી કે રંગરાજન 2020માં રિટાયર થઈ રહ્યા છે. એવામાં શક્ય છે કે આ બંનેનું ફરીથી સંસદમાં કમબેક નહિ થઈ શકે. વળી, સપા અને બસપાને પણ રાજ્યસભામાં ઝટકો લાગી શકે છે. ઉત્તર પ્રદેશની 10 સીટો 2020માં ખાલી હશે, જે રીતે ભાજપને યુપીમાં પ્રચંડ બહુમત મળ્યો હતો તે બાદ ભાજપને યુપીથી 9 રાજ્યસભા સાંસદ મળી શકે છે. વળી, સપા પાસે વર્તમાન સમયમાં 13 રાજ્યસભા સાંસદ છે જેમાં છનો કાર્યકાળ 2020માં ખતમ થઈ જશે. વળી, બસપા પાસે કુલ ચાર રાજ્યસભા સાંસદ છે તેને 2020માં બે સાંસદોને રાજ્યસભામાં ગુમાવવા પડશે અને તે તેમને ફરીથી સંસદમાં પાછા નહિ લાવી શકે.

બિહાર અને મહારાષ્ટ્ર મહત્વના

બિહાર અને મહારાષ્ટ્ર મહત્વના

રાજ્યસભામાં મોટા ચહેરાઓની વાત કરીએ તો એનસીપીના શરદ પવાર 2020માં રિટાયર થઈ રહ્યા છે અને એક વાર ફરીથી સંસદમાં તેમનુ કમબેક થશે કે નહિ એ મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના પ્રદર્શન પર નિર્ભર કરશે. 2020માં બિહારમાં પણ વિધાનસભા ચૂંટણી થવાની છે. જો વિધાનસભા ચૂંટણીમાં પણ રાજ્યની જનતાએ લોકસભાની જેમ જનમત આપ્યો તે અહીંની પણ સ્થિતિ બદલાઈ શકે છે. ભાજપના પોતાના ગણિતની વાત કરીએ તો 2021 સુધી એનડીએ 124ના બહુમતના આંકડાને રાજ્યસભામાં મેળવી લેશે. ત્યારબાદ ઘણા એવા વિવાદિત બિલ જે સંસદમાં અટકેલા પડ્યા છે તેને પાર્ટી પાસ કરાવી શકે છે.

English summary
NDA will reach to majority in Rajya Sabha by 2021 after majority in lok sabha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X