For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NDTVના સંસ્થાપક પ્રણોય રૉય અને તેમની પત્નીને એરપોર્ટ પર રોકવામાં આવ્યા

ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા એનડીટીવીના સંસ્થાપક પ્રણોય રૉય અને તેમની પત્ની રાધિકા રૉયને શુક્રવારે એરપોર્ટ પર વિદેશ જવાથી રોકી લેવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા એનડીટીવીના સંસ્થાપક પ્રણોય રૉય અને તેમની પત્ની રાધિકા રૉયને શુક્રવારે એરપોર્ટ પર વિદેશ જવાથી રોકી લેવામાં આવ્યા. વળી, મીડિયા કંપનીએ નિવેદન આપીને સ્પષ્ટતા આપી કે ભ્રષ્ટાચારના એક નકલી અને નિરાધાર કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈ તરફથી આ કાર્યવાહી લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી)ના આધારે કરવામાં આવી છે.

prannoy roy

CBI દ્વારા પ્રણોય રૉય અને રાધિકા રૉયની મની લૉન્ડ્રિંગ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. સમાચાર અનુસાર બંને પર મની લૉન્ડ્રિંગનો આરોપ છે. કહેવામાં આવી રહ્યુ છે કે બંને પતિ પત્ની મુંબઈથી નૈરોબી માટે જવાના હતા અને બંને 16 ઓગસ્ટના રોજ વિદેશ યાત્રાથી પાછા આવવાના હતા. કંપનીએ કહ્યુ કે આજની કાર્યવાહી અને મીડિયા માલિકો પર છાપા મારવાની કાર્યવાહી એ તરફ ઈશારો કરે છે કે તમે મારી દંડવત થઈ જાવ નહિતર કાર્યવાહી ઝેલવા માટે તૈયાર રહો.

દિલ્લીમાં સીબીઆઈ અધિકારીઓએ કહ્યુ કે ICICI બેંક સાથે કથિત છેતરપિંડી સંબંધિત કેસમાં જૂનમાં બંને સામે સાવધાની માટેની લુકઆઉટ નોટિસ (એલઓસી) જારી કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યુ કે બંનેને આ નોટિસના આધારે દેશ છોડવાથી રોકવામાં આવ્યા છે. એલઓસી કોઈ વ્યક્તિને દેશ છોડવાથી રોકવાના હેતુથી જારી કરવામાં આવે છે. એજન્સીઓ આના આધારે વ્યક્તિને બહાર જવાથી રોકી શકે છે પરંતુ તેના હેઠળ તેમને કસ્ટડીમાં ન લઈ શકે.

આ પણ વાંચોઃ અક્ષય કુમારની ફિલ્મ પેડમેનને મળ્યો નેશનલ એવૉર્ડઆ પણ વાંચોઃ અક્ષય કુમારની ફિલ્મ પેડમેનને મળ્યો નેશનલ એવૉર્ડ

મુંબઈ એરપોર્ટના પ્રવકતા તરફથી આ અંગે હજુ સુધી કોઈ નિવેદન મળી શક્યુ નથી. હાલમાં જ એનડીટીવી પર સેબી દ્વારા લગાવવામાં આવેલ બે કરોડ રૂપિયાનો દંડ યથાવત રાખવાનો નિર્ણય પણ સામે આવ્યો હતો.

English summary
NDTV co founders Prannoy and Radhika Roy were stopped from flying abroad at Mumbai airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X