પંચાયતોને મજબૂત બનાવવાની જરૂરિયાત: પ્રધાનમંત્રી

manmohan singh
નવી દિલ્હી, 24 એપ્રિલ: પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયત દિવસ પર આયોજીત સમ્મેલનમાં જણાવ્યું કે 'આપણે નિશ્ચિતપણે એવો પ્રયત્ન કરવો જોઇએ કે પંચાયતીરાજ માત્ર સૂત્રોચ્ચાર બનીને ના રહી જાય, બલકે એ આપણા જીવનની વાસ્તવિકતા બને.'

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આપણે યાદ રાખવું જોઇએ કે પંચાયતનો ઉદ્દેશ્ય પ્રશાસનનું વિકેન્દ્રીકરણ કરવાનું છે, જેના થકી લોકોને શાસનવ્યવસ્થા જાતે ચલાવવાનો અધિકાર મળી શકે.

અમે વચન આપીએ છીએ કે આ દિશામાં રાજ્ય સરકારોની દરેક સંભવ મદદ કરશે, જેથી વિકાસ પ્રક્રિયા વ્યાપક અને સતત બની છે. તેમણે જણાવ્યું કે આ પંચાયતોને મજબૂત બનાવવાના ઉદેશ્યથી 12મી પંચવર્ષીય યોજનામાં 11મી પંચવર્ષીય યોજનાની તુલનામાં લગભગ 10 દસ ગણા વધારે બજેટનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

12મી પંચવર્ષીય યોજનામાં પંચાયતો માટે 6,437 કરોડ રૂપિયાના બજેટ ફાળવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 11મી પંચવર્ષિય યોજનામાં 668 કરોડ રૂપિયાનું પ્રાવધાન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દુનિયાભરમાં શોધકર્તાઓએ જાણ્યું છે કે સામાજિક તથા આર્થિકરીતે પછાત વર્ગોને વિકાસની પ્રક્રિયામાં સામેલ કરવાથી સારું પરિણામ આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X