For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીઃ જિલ્લા કક્ષાએ ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ તૈયાર કરવાની જરૂર

કોરોના વાયરસના સતત વધી રહેલા સંકટ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સતત વધી રહેલા સંકટ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે. આ દરમિયાન પીએમે કોરોના પર કાબુ મેળવવા માટે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓ વિશે જણાવીને રાજ્યોને દરેક સંભવ મદદનો ભરોસો આપ્યો અને મુખ્યમંત્રીઓ સાથે રાજ્યો તરફથી કરવામાં આવી રહેલ ઉપાયો પર વાતચીત કરી. સાથે જ પીએમે કહ્યુ કે આ મુશ્કેલ સમય છે અને આની સામે આપણે સૌ મળીને લડીશુ.

pm

ચર્ચા દરમિયાન પીએમે બધા મુખ્યમંત્રીઓને પોતપોતાના રાજ્યની જનતાનુ ધ્યાન રાખવાનો આગ્રહ કર્યો. પીએમે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓને લૉકડાઉનનુ પાલન કરાવવા અને આ દરમિયાન લોકોને જરૂરી સામાન પૂરો પાડવાનુ ધ્યાન રાખવા કહ્યુ. પીએમે કહ્યુ કે અત્યારે આપણે દરેક સંભવ પલાયનને રોકવુ પડશે, સાથે જ જે લોકો બહારથી આવી રહ્યા છે, તેમને અલગ રહેવા માટે પણ સુવિધા આપવી પડશે. જે લોકોમાં પણ લક્ષણ દેખાય તેમને આઈસોલેટ કરવામાં આવે, જો ક્વૉરંટાઈન વૉર્ડ વધારવાની જરૂર હોય તો તેને વધારવામાં આવે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું કે જિલ્લા લેવલે Crisis Management Groups સેટઅપ કરવાની જરૂર છે અને ડિસ્ટ્રિક્ટ સર્વેલન્સ ઑફિસરની નિમણૂક કરવાની તાતી જરૂરીયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આ સમય કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે બહેતર સમન્વય સાથે કામ કરવાનો છે. અત્યારે કેન્દ્ર સરકાર દરેક રાજ્ય સાથે છે. તેમણે મુખ્યમંત્રીઓને આવનારા અમુક સપ્તાહ કોરોના સાથે જોડાયલ બાબતો અને જરૂરિયાતો પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનુ કહ્યુ છે.

વળી, મુખ્યમંત્રીઓ તરફથી પણ પીએમને જણાવવામાં આવ્યુ કે તે કેવી રીતે સોશિયલ ડિસ્ટંસીંગ અને બીજી વસ્તુઓ માટે કામ કરી રહ્યા છે. નિઝામુદ્દીન મરકજ મામલે પણ તેમણે વિશેષ ધ્યાન રાખવાની વાત કહી. આ વાતચીત દરમિયાન પીએમ સાથે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા. પીએમ સાથે મુખ્યમંત્રીઓની વીડિયો કૉન્ફરન્સિં મીટિંગ બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ટ્વિટ કરીને કહ્યુ કે 15 એપ્રિલે લૉકડાઉન ખતમ થશે પરંતુ તેમછતાં આપણે ઘરોમાં જ રહેવાનુ છે. લૉકડાઉન ખતમ થવાનો અર્થ રસ્તા પર જવા માટે આઝાદ થવાનુ નથી. કોવિડ-19થી સામાજિક અંતર જાળવીને જ લડી શકાય છે. તમને જણાવી દઈએ કે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને ગુરુવારે 1965 થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ કોવિડ 19: સાવધાન! 25% થી 50% સંક્રમિત લોકોમાં કોઈ લક્ષણ નથી દેખાતાઆ પણ વાંચોઃ કોવિડ 19: સાવધાન! 25% થી 50% સંક્રમિત લોકોમાં કોઈ લક્ષણ નથી દેખાતા

English summary
need to set up crisis management group at district level: PM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X