સંસદ બહાર હંગામો કરનારી નીલમ આઝાદ દિલ્હી હાઈકોર્ટ પહોંચી, જાણો શું માંગ કરી?
સંસદની સિક્યુરીટીને પાર કરીને સંસદમાં હંગામો કરનારી ટોળકીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સંસદ બહાર હંગામો કરનારી નીલમે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
સંસદ સુરક્ષા ભંગ કેસમાં આરોપી નીલમ આઝાદે બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે.

નીલમ આઝાદે 21 ડિસેમ્બરના રિમાન્ડ ઓર્ડરની માન્યતાને પડકારી છે. તેણીએ અરજીમાં જણાવ્યું કે, રિમાન્ડની કાર્યવાહી દરમિયાન તેમને તેમના બચાવ માટે તેમની પસંદગીના કાયદાકીય પ્રેક્ટિશનરની સલાહ લેવાની મંજૂરી આપવામાં નથી આવી. આ પરામર્શ તે ધરપકડના 29 કલાક પછી જ આપવામાં આવ્યો.
લોકસભામાં સુરક્ષા ભંગ સંદર્ભમાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા છ લોકોમાંથી એક નીલમ આઝાદ હાઈ સ્ટડી માટે હિસારમાં રહેતી હતી. ખેડૂતોના વિરોધ દરમિયાન ઘાસો ખુર્દ ગામની 37 વર્ષીય મહિલા નીલમ આઝાદને કુસ્તીબાજ સાક્ષી મલિકની માતા અને ખેડૂત નેતા સિક્કિમ નૈન સાથે કથિત રીતે અટકાયતમાં લેવામાં આવી હતી.
કોણ છે નીલમ આઝાદ?
નીલમ આઝાદ 5-6 મહિના પહેલા હરિયાણા સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવા હિસાર પહોંચી હતી. તેણીની ધરપકડના છ મહિના પહેલા બેરોજગાર નીલમ આઝાદ દિલ્હીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ખંતપૂર્વક તૈયારી કરી રહી હતી.
નીલમ આઝાદ કુંભાર સમુદાયમાંથી આવે છે અને તેના પિતા હલવાઈનું કામ કરે છે. તેના બંને ભાઈઓ ગામમાં દૂધ વેચવાનું કામ કરે છે.
નીલમની ધરપકડ અંગે તેના ભાઈ રામનિવાસે કહ્યું કે, મને મારા મોટા ભાઈનો ફોન આવ્યો કે મને તરત જ ટીવી ચાલુ કરવા કહ્યું. તેણે મને કહ્યું કે નીલમની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે.
તેના ભાઈએ જણાવ્યું કે, તેના હરિયાણા શિક્ષક પાત્રતા પરીક્ષાનું પ્રમાણપત્ર સમાપ્ત થઈ ગયું હતું. મેં તેને કહ્યું કે, હિસાર જઈને આ માટે કોચિંગ લે. રામનિવાસે કહ્યું કે તેમની બહેને સફળતાપૂર્વક નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરી છે.












Click it and Unblock the Notifications
