Nepal Aircraft Crash : ભારતીય દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
નેપાળમાં રવિવારના રોજ એક પ્લેન ક્રેશ થયું હતું. જે બાદ રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ વચ્ચે ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. આ વિમાનમાં કુલ 72 લોકો સવાર હતા, જેમાંથી 5 ભારતીય છે.
Nepal Aircraft Crash : નેપાળમાં રવિવારના રોજ એક પ્લેન ક્રેશ થયું હતું. જે બાદ રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ વચ્ચે ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 લોકોના મૃતદેહો મળ્યા છે. આ વિમાનમાં કુલ 72 લોકો સવાર હતા, જેમાંથી 5 ભારતીય છે.

રવિવારના રોજ નેપાળના પોખરામાં વિમાન દુર્ઘટના ઘટી હતી, જ્યાં યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા. આ ઘટના બાદ તરત જ મોટાપાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિમાનમાં 5 ભારતીય યાત્રીઓ પણ હોવાની મહિતી મળી છે, આવી સ્થિતિમાં કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
દૂતાવાસના અધિકારીઓના જણાવ્યા, અનુસાર તેઓ નેપાળ પ્રશાસનના સતત સંપર્કમાં છે. ઘટના બાદ ચાલી રહેલા બચાવ કાર્ય પર નજર રાખવામાં આવી રહી છે, જે પણ જરૂરી હશે, તે ભારત તરફથી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
એમ્બેસીએ એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
- કાઠમંડુ : દિવાકર શર્મા : +977-9851107021
- પોખરા : લે. કર્નલ શશાંક ત્રિપાઠી : +977-9856037699

વિમાનમાં સવાર હતા 11 વિદેશી નાગરિકો
નેપાળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં 53 નેપાળી, પાંચ ભારતીય, ચાર રશિયન, એક આઇરિશ નાગરિક, બે કોરિયન, એકઆર્જેન્ટિના અને એક ફ્રેન્ચ નાગરિક હતા.
આ તમામ દેશોની એમ્બેસીઓને જાણ કરવામાં આવી છે. તેમજ તેમને સતત અપડેટ કરવામાં
આવી રહ્યા છે.

કેવી રીતે થયો અકસ્માત?
પોખરા એરપોર્ટ પર લેન્ડિંગના 10 સેકન્ડ પહેલા આ પ્લેન ક્રેશ થયું હતું. આ એરપોર્ટનું નિર્માણ ગયા વર્ષે પૂર્ણ થયું હતું. જે બાદ 1જાન્યુઆરી, 2023ના રોજ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય બાબત છે કે,નેપાળે ચીનની મદદથી આ એરપોર્ટ તૈયાર કર્યું હતું. ઉદ્ઘાટન બાદ કેટલીક ડેમો ફ્લાઈટ્સ પણ કરવામાં આવી હતી, જે સંપૂર્ણ રીતે સફળરહી હતી.

5 સભ્યોની ટીમને સોંપાઈ તપાસ
આ ઘટના બાદ તરત જ નેપાળના વડાપ્રધાને તેમના કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ સાથે જ ત્યાં એક દિવસનો રાષ્ટ્રીયશોક જાહેર કરવામાં આવ્યો છે.
આવા સમયે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી, જેટૂંક સમયમાં નેપાળ સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે. આ અકસ્માતનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે











Click it and Unblock the Notifications
