For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે નેપાળની સેનાએ બોર્ડર નજીક ટેંટ લગાવ્યા, તેજીથી હેલીપેડ તૈયાર કરી રહ્યું છે

હવે નેપાળની સેનાએ બોર્ડર નજીક ટેંટ લગાવ્યા, તેજીથી હેલીપેડ તૈયાર કરી રહ્યું છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતના પાડોસી દેશ તરફથી કેટલાય પ્રકારની સમસ્યાઓ ચાલી રહી છે. લાઇન ઑફ કંટ્રોલ પર ચીનની સાથે ટકરાવ ચાલી રહ્યો છે અને આ વચ્ચે નેપાળે પણ ચાલ ચાલવી શરૂ કરી દીધી છે. ન્યૂજ ચેનલ ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ નેપાળી સેનાએ ભારત-નેપાળ બોર્ડર નજીક એક હેલીપેડનું નિર્માણ કરવું શરૂ કરી દીધું છે. આની સાથે જ બો્ર્ડર પર ટેંટની મદદથી કેટલાક કેમ્પ્સ પણ લગાવી લીધા છે.

nepal

અસ્થાયી કેમ્પ્સમાં કેટલાય સૈનિકો હાજર

ચેનલે સૂત્રોના હવાલેથી લખ્યું કે કેમ્પ પહેલી નજરમાં અસ્થાયી જણાય છે પરંતુ આસાનીથી જોઇ શકાય છે કે અહીં ડઝનેક નેપાળી સૈનિકો હાજર છે. આવું પહેલીવાર બન્યું જ્યારે નેપાળે આવા પ્રકારની કોઇ ગતિવિધિ શરૂ કરી હોય. ચીને લદ્દાખ અને સિક્કિમના કેટલાક ભાગો પર પોતાનો દાવો નોધાવ્યો તેના પ્રભાવમાં આવી ચૂકેલા નેપાળે પણ લિપુલેખ નજીક આવેલ વિસ્તારોમાં પોતાનો દાવો માંડ્યો છે જે કાલી નદીની નજીક છે. ચેનલ તરફથી કેટલીક તસવીરો સ્પષ્ટ દેખાડવમાં આવી છે જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે નેપાળી આર્મીના કેટલાક ટેંટ ત્યાં હાજર છે. નેપાળની સંસદના ઉપરી સદનમાં આ નક્શાને મંજૂરી મળી ગઇ છે. જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળની સીમામાં દેખાડવામાં આવ્યાં છે.

બોર્ડરથી પિલર ગાયબ થયા

ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદ વધતો જ જઇ રહ્યો છે. પાછલા દિવસોમાં જે જાણકારી સામે આવી રહી છે તેમાં ઉત્તર પ્રદેશ નજીક આવેલ નેપાળની સીમા પર બોર્ડર પિલર ગાયબ છે. બોર્ડર પિલર જણાવે છે કે કઇ દેશની સીમા ક્યાં પૂરી થઇ રહી છે અને ક્યાંથી બીજા દેશની સીમા શરૂ થઇ રહી છે. ભારતે પિલર ગાયબ થયા બાદ નેપાળની સીમા પર પેટ્રોલિંગ વધારવાનો ફેસલો લીધો છે. પાછલા દિવસોમાં બિહારના સીતામઢીમાં નેપાળ બોર્ડર પર ફાયરિંગ થયું હતું. આ ઘટનાના કારણે પહેલેથી જ માહોલ તણાવપૂર્ણ છે અને સંબંધ વધુ બગડવા લાગ્યા છે.

English summary
now nepal started building helipad and camp near border
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X