For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક પર બોલ્યા એચડી દેવગૌડા, આવી રાજનીતિ જિંદગીમાં ક્યારેય નહોતી જોઈ

કર્ણાટક પર બોલ્યા એચડી દેવગૌડા, આવી રાજનીતિ જિંદગીમાં ક્યારેય નહોતી જોઈ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારનું વિસર્જન થયા બાદ પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ કહ્યું કે પોતાના આખા રાજનૈતિક જીવનમાં તેમણે આવી રાજનીતિ ક્યારેય નહોતી જોઈ. જેડીએસ પ્રમુખ દેવગૌડાએ કહ્યું કે કર્ણાટકમાં જેવી રીતે ચીજો બની રહી છે તે સામાન્ય નથી. પોતાની લાંબી રાજનૈતિક જિંદગીમાં આવા પ્રકારની રાજનીતિ મેં ક્યારેય નથી જોઈ. ભાજપ એક રાષ્ટ્રીય પાર્ટી છે અને આટલી મોટી પાર્ટી આી રીતે હોર્સ ટ્રેડિંગ કરે, ધારાસભ્યોને ખરીદે, આવું પહેલા ક્યારેય નહોતું જોયું.

hd deve gowda

દેવગૌડાએ કહ્યું કે સરકાર પડવાને લઈ કોઈને પણ દોષ ન આપી શકાય. ગઠબંધન સરકાર બનાવાને લઈ અમને પછતાવો નથી. ના તો અમે કોઈને કોઈ દોષ આપશું. પૂર્વ સીએમ અથવા બીજા કોઈ સીનિયર મંત્રીઓ પર અમે ક્યારેય આરોપ નહિ લગાવશું. કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને લઈ એચડી દેવગૌડાએ કહ્યું કે વિચારોને લઈ બંને પાર્ટીમાં કોઈ મતભેદ નથી. બસ એટલું જ છે કે કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે અને જેડીએસ ક્ષેત્રીય પાર્ટી છે.

જણાવી દઈએ કે કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસની સરકાર મંગળવારે વિધાનસભામાં બહુમત સાબિત કરવામાં અસફળ રહી. જેડીએસ-કોંગ્રેસના 16 ધારાસભ્યોના રાજીનામાં બાદ સરકારે ફ્લોર ટેસ્ટથી પસાર થવું પડ્યું. મંગળવારે સાંજે વિધાનસભામાં વિશ્વાસમત પર વોટિંગ કરાવવામાં આવ્યું. સરકાર 99ના મુકાબલે 105 વોટથી પડી ભાંગી. સરકારના પક્ષમાં 99 જ્યારે વિરુદ્ધમાં 105 વોટ પડ્યા. કોંગ્રેસ અને જેડીએસ સતત કહી રહી છે કે ભાજપે તેમના ધારાસભ્યોને પૈસાની તાકાતે તોડીને સરકાર પાડી મૂકી છે. કેટલાય વિપક્ષી દળોના નેતાઓ કર્ણાટકમાં સરકાર પડવાને લોકતંત્ર માટે કાળો દિવસ ગણી રહ્યા છે.

પાકિસ્તાન સાથે કાશ્મીર પર જ નહિ, PoK પર પણ ચર્ચા થશેઃ રાજનાથ સિંહ પાકિસ્તાન સાથે કાશ્મીર પર જ નહિ, PoK પર પણ ચર્ચા થશેઃ રાજનાથ સિંહ

English summary
never seen politics like this before says hd deve gowda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X