નથી અટકી રહ્યો કોરોનાનો કહેર, 24 કલાકમાં સામે આવ્યા 314835 નવા કેસ, 2104 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,14,835 નવા કેસ સામે આવ્યા છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર ખૂબ ઝડપથી વધી રહ્યો છે ગુરુવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,14,835 નવા કેસ સામે આવ્યા છે. નવા કેસો બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,59,30,965 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોના 2,104 લોકોએ દમ તોડ્યો છે. ત્યારબાદ મોતનો આંકડો 1,84,657 સુધી પહોંચી ગયો છે. ભારતમાં હવે સક્રિય કેસ 22,91,428 છે જ્યારે 1,34,54,880 લોકો રિકવર થઈને હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે.

વળી, દેશમાં અત્યાર સુધી 13,23,30,644 લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 22,11,334 લોકોનુ વેક્સીનેશન થયુ છે. વળી રેમડેસિવિરની માંગમાં અચાનક તેજીને જોતા કેન્દ્ર સરકારે રેમડેસિવિરની મેન્યુફેક્ચરીંગ ક્ષમતા વધારવાનો આદેશ ફાર્મા કંપનીઓને આપ્યો છે. ત્યારબાદ હવે રેમડેસિવિર ફાર્મા નિર્માતાઓની મેન્યુફેક્ચરીંગ ક્ષમતા 38 લાખ શીશીઓથી વધારીને પ્રતિ માસ 74 લાખ શીશીઓ કરી દેવામાં આવી છે.
વળી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કાલે એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે ભારત 13 કરોડ કોવિડ-19 વેક્સીનનો ડોઝ આપનાર સૌથી ઝડપી દેશ બની ગયો છે. માત્ર 95 દિવસમાં ભારતે કરી બતાવ્યુ છે જ્યારે અમેરિકાને 101 અને ચીનને 109 દિવસ લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. એક્સપર્ટની માનીએ તો આ લહેર આગલા 100 દિવસ સુધી ચાલવાની છે અને જ્યાં સુધી 70 વસ્તીનુ રસીકરણ નહિ થઈ જાય ત્યાં સુધી કોરોનાની લહેર લોકોને હેરાન કરશે. દક્ષિણ-પૂર્વ પોલિસ માટે એક્સપર્ટ તરફથી જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ જ્યારે દેશમાં 70 ટકા લોકો કોરોનાની રસી લગાવી લેશે ત્યારે હર્ડ ઈમ્યુનિટી થશે ત્યારબાદ જ આ લહેરો ઓછી થશે.












Click it and Unblock the Notifications
