For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Delhi covid case: રાજધાનીમાં કોરોના કેસમાં ઘટાડો, 24 કલાકમાં સામે આવ્યા 1550 નવા કેસ

કોરોનાનો કહેર આખા દેશમાં ચાલુ છે. જો કે રાજધાનીમાં મહામારીની ગતિમાં પહેલા કરતા ઘટાડો થયો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાનો કહેર આખા દેશમાં ચાલુ છે. જો કે મહામારીની ગતિમાં પહેલા કરતા ઘટાડો થયો છે. રાજધાની દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1550 નવા કેસ સામે આવ્યા છે કે જે રવિવારની તુલનામાં ઓછા છે. રવિવારે દિલ્લીમાં કોવિડના 1649 કેસ નોંધવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દિલ્લીમાં 23,409 લોકોનો કોરોનાથી મોત થયા જ્યારે 13,70431 લોકોની રિકવરી પણ થઈ છે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં હાલમાં સક્રિય કેસ 24578 છે અને દિલ્લીમાં રિકવરી રેટ 96.61 ટકા થઈ ગયો છે. 30 માર્ચ બાદ સોમવારે કોરોનાના સૌથી ઓછા કેસ નોંધવામાં આવ્યા છે.

corona

જો કે દિલ્લીમાં એક સપ્તાહ માટે લૉકડાઉન કાલથી લંબાવી દેવામાં આવ્યુ છે. રવિવારે સીએમ અરવિંદ કેજરીવાલે આ વિશે એલાન કરીને કહ્યુ હતુ કે રાજધાનીમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ હજુ પણ સાવચેતી રાખવી બહુ જરૂરી છે. માટે દિલ્લી સરકારે લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. જો કેસ ઘટવાનો સિલસિલો ચાલુ રહેશે તો અમે 31 મેથી અનલૉકની પ્રક્રિયા શરૂ કરીશુ.

દેશમાં ઘટ્યા કોરોનાના કેસ

સોમવારે જારી આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,22,315 નવા કેસ સામે આવ્યા છે અને 4454 લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ પૉઝિટિવ કેસોની સંખ્યા 2,67,52,447 પહોંચી ગઈ છે અને મોતનો આંકડો 3,03,720 થઈ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 3,02,544 લોકો હોસ્પિટલમાંથી રિકવર થઈને ઘરે પાછા આવ્યા છે. વળી, દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 27,20,716 થઈ ગઈ છે. વળી, ભારતમાં અત્યાર સુધી 1960,51,962 લોકોને વેક્સીન લગાવાઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 9,42,722 લોકોને કોરોનાની રસી લાગી છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે મીડિયા સાથે વાત કરીને માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં આખા ભારતમાં કોરોનાના 2,22,000 કેસ સામે આવ્યા છે કે જે 40 દિવસ પછી અત્યાર સુધીના સૌથી ઓછા કેસ છે કે જે રાહતના સંકેત છે. તેમણે કહ્યુ કે જિલ્લા સ્તરે પણ કોરોનાને કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે 3 મે સુધી જે રિકવરી દર 81.7 ટકા હતો તે હવે વધીને 88.7 ટકા થઈ ગયો છે.

English summary
New 1550 COVID-19 cases, 4375 recoveries and 207 deaths in the last 24 hours in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X