For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રિયંકા ચતુર્વેદી સહિત 44 નવા રાજ્યસભા સાંસદોએ લીધા શપથ

રાજ્યસભા માટે ચૂંટાયેલા 61 નવા સાંસદોમાંંથી 45 સાંસદોએ બુધવારે રાજ્યસભામાં પોતાના પદના શપથ લીધા.

|
Google Oneindia Gujarati News

રાજ્યસભા માટે ચૂંટાયેલા 61 નવા સાંસદોમાંંથી 45 સાંસદોએ બુધવારે રાજ્યસભામાં પોતાના પદના શપથ લીધા. શપથ લેનાર સાંસદોમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા, કોંગ્રેસ છોડીને શિવસેનામાં શામેલ થયેલ પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ પહેલી વાર રાજ્યસભામાં પહોંચ્યા છે. કોરોના મહામારીના કારણે શપથ ગ્રહણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટંસીંગનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ. આ પહેલી વાર છે જ્યારે સભ્યોએ કોઈ સત્ર વિના રાજ્યસભામાં સભ્ય તરીકે શપથ લીધા છે.

Jyotiraditya Scindia

રાજ્યસભામાં બુધવારે જ્યોતિરાદિત્ય સિંધિયાઅને સુમેર સિંહ સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટીના 19 સાંસદોએ શપથ લીધા. વળી, કોંગ્રેસના શપથ લેનારમાં છત્તીસગઢના કેટીએસ તુલસી, ગુજરાતના શક્તિસિંહ ગોહિલ, હરિયાણાના દીપેન્દ્ર સિંહ હુડ્ડા, કર્ણાટકના મલ્લિકાર્જૂન ખડગે, મધ્ય પ્રદેશના દિગ્વિજય સિંહ, મહારાષ્ટ્રના રાજીવ સાતવ અને રાજસ્થાનનાન નીરજ ડાંગી તેમજ કેસી વેણુગોપાલ શામેલ રહ્યા.

આ ઉપરાંત એનસીપી પ્રમુખ શરદ પવાર અને આરપીઆઈના અધ્યક્ષ રામદાસ આઠવલેએ પણ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉલ્લેખનીય છે કે આ પહેલા કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉનના કારણે શપથ ગ્રહણ કાર્યક્રમને સ્ઘગિત કરી દેવામાં આવ્યો હતો.

ખાતર કૌભાંડમાં CM અશોક ગહેલોતના ભાઈના ઘરે EDની રેડખાતર કૌભાંડમાં CM અશોક ગહેલોતના ભાઈના ઘરે EDની રેડ

English summary
New 44 Rajya Sabha MPs Including Jyotiraditya Scindia And Priyanka Chaturvedi Sworn In.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X