કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં કેટલો ખતરનાક છે? AIIMS ડાયરેક્ટરે આપ્યો જવાબ
નવી દિલ્લીઃ બ્રિટન (Britain) આફ્રિકી દેશોમાં મળેલ કોરોના વાયરસ(Corona Virus) ના નવા સ્ટ્રેને(Corona Virus new strain) દુનિયાભરમાં મહામારી(Epidemic) વિશે ચિંતા વધારી દીધી છે. નવા કોરોના સ્ટ્રેન વિશે બોલતા એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ બુધવારે કહ્યુ કે કોરોના વાયરસે ઘણી જગ્યાએ પોતાનુ રૂપ બદલી દીધુ છે. બ્રિટનના નવા કોરોના સ્ટ્રેન માટે સૌથી મોટી ચિંતાની વાત એ છે કે તે વધુ સંક્રમણકારી છે, સાથે જ તે ઘણો ઝડપથી એકબીજામાં ફેલાય છે.
એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ બુધવારે કહ્યુ કે કોરોનામાં વિવિધ સ્થળોએ અમુક પરિવર્તિન થયા છે. મહામારી વિજ્ઞાનના આંકડાથી જાણવા મળ્યુ છે કે બ્રિટનમાં મળલે નવો સ્ટ્રેન વધુ સંક્રમક છે અને જ્યાં સુધી બિમારીને સંબંધ છે તે ઝડપથી ફેલાય છે. અધ્યયનથી એ જાણવા મળ્યુ કે બ્રિટનનો સ્ટ્રેન વધુ ઈન્ફેક્શિયસ હોવાના કારણે એ ચિંતાનુ મોટુ કારણ છે અને સરકાર યુકેથી આવતી ફ્લાઈટ્સને બંધ કરવા સહિત ઘણા પગલાં લીધા છે. નવો સ્ટ્રેન ભારતમાં આવ્યો છે કે નહિ, તે જાણવા માટે કંસોર્ટિયમની સ્થાપના કરવામાં આવી છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
એઈમ્સના ડાયરેક્ટરે આગળ કહ્યુ કે જો બ્રિટનના સ્ટ્રેનના કારણે કોવિડ-19ના કેસોમાં વધારો થશે તો અમે તેના પર એક્શન લઈશુ. તેમણે કહ્યુ કે કોરોના માટે ભારત બહુ સારી સ્થિતિમાં છે અને દૈનિક કેસોમાં ઘટાડો આવ્યો છે. આપણો રિકવરી દર ઘણો સારો છે અને મૃત્યુદર ઓછો છે. ગુલેરિયાએ કહ્યુ કે ડિસેમ્બરમાં ભારતમાં રિપોર્ટ થતા પહેલા યુકેનો નવો સ્ટ્રેન અહીં હતો કે નહિ તે કહેવુ મુશ્કેલ છે. એવુ સંભવ છે કે બ્રિટનનો નવો સ્ટ્રેન ભારતમાં નવેમ્બર કે પછી ડિસેમ્બરની શરૂઆતમાં જ આવી ગયો હોય.
રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે એવી સંભાવના છે કે એ હોઈ શકે છે કારણકે આપણે એ યાદ રાખવુ જોઈએ કે સપ્ટેમ્બરના અંતમાં આ સ્ટ્રેન વિશે સૌથી પહેલા જાણવા મળ્યુ હતુ. જો તમે આ સ્ટ્રેન વિશ જુઓ તો તે ઝડપથી ફેલાય છે પરંતુ ભારતમાં છેલ્લા 4-6 સપ્તાહ દરમિયાન કોરોનાના કેસોમાં કોઈ વધારો થયો નથી. જો બ્રિટનનો કોરોના સ્ટ્રેન ભારતમાં આવી ચૂક્યો હતો તો તે આપણા કોરોનાના કેસ અને હોસ્પિટલાઈઝેશન પર અસર કરી શકે છે. આપણે વધુ સાવચેતી રાખવાની જરૂર છે અને ભારતમાં આને વ્યાપક રીતે ન આવવા દઈએ.
વળી, તેમણે કહ્યુ કે આ બહુ સારા સમાચાર છે કે એસ્ટ્રાજેનેકાને બ્રિટનના નિયામક અધિકારીઓ દ્વારા પોતાની રસી માટે મંજૂરી મળી ગઈ છે. તેમની પાસે મજબૂત આંકડા છે. ભારતમાં એ જ રસી દેશમાં સીરમ સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવી રહી છે. આ માત્ર ભારત માટે જ નહિ પરંતુ દુનિયાના ઘણા ભાગો માટે એક મોટુ પગલુ છે.