For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયકર વિભાગે દરોડો પાડી, 4 કરોડની નવી નોટ ઝડપી

કાળા નાણાં પર તરાપ મારવાનો મોદીનો પ્રયાસ કેટલો કારગર રહેશે તે તો આવનારો સમય જ કહેશે પણ બેંગલુરુમાં આજે આયકર વિભાગે દરોડો પાડી નવી નોટો સાથે 4 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

જે દિવસથી નોટબંધી થઇ છે તે દિવસથી જ પોલિસ અને આયકર વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. અને અનેક જગ્યાએ બાતમીના આધારે મોટા મોટા દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેવામાં બેંગલુરુમાં ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન પછી આયકર વિભાગની ટીમે 4 કરોડ રૂપિયા ઝડપી પાડ્યા છે. જેમાંથી મોટા ભાગના નવી નોટો છે.

notes

આયકર વિભાગની ટીમે બેંગલુરુમાં બે જગ્યાએ છાપેમારી કરી છે. આ કાર્યવાહીમાં ચાર કરોડની રોકડ રકમ મળી છે. જેમાંથી મોટા ભાગની નવી નોટ છે. માનવામાં આવી રહ્યું છે કે આ દરોડો બે અધિકારીઓને ઘરમાં કરવામાં આવ્યો છે. ત્યારે હાલ આયકર વિભાગ તે વાતની તપાસ કરી રહ્યું છે કે આ લોકો પાસે આટલી મોટી સંખ્યામાં બેનામી સંપત્તિ આવી ક્યાંથી?

હાલ પ્રાપ્ત માહિતી મુજબ આ લોકો કર્ણાટકના મુખ્યમંત્રી સાથે પણ નજીકનો સંબંધ ધરાવતા હતા. નોંધનીય છે કે નોટબંધી બાદ આયકર વિભાગ અનેક જગ્યાએ આ રીતે દરોડા પાડી કાર્યવાહી કરી રહ્યું છે.

English summary
New currency notes worth Rs. 4 crore seized by IT Department during a search operation in Bengaluru
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X