સરકારના 3 વર્ષ પૂરાં, નવા નારા સાથે મેદાનમાં મોદી

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્રની મોદી સરકારે ત્રણ વર્ષ પૂરા થયા બાદ એક નવો નારો આપ્યો છે, 'સાથ હે, વિશ્વાસ હે, હો રહા વિકાસ હે'. નરેન્દ્ર મોદીની સરકાર આ નવા નારા સાથે જનતા સામે આવશે અને પોતાના કાર્યો અંગે જનતાને જાણકારી આપશે. ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ, રેડિયો અને ડીજિટલ મીડિયાના માધ્યમથી આ નારાનો પ્રચાર કરવામાં આવશે. અનેક અખબારોમાં આજે તમને મોદી સરકારનો આ નારો કે નવું સૂત્ર જોવા મળશે.

narendra modi

મોદી સરકાર દ્વારા તેમના આ નવા નારાનું પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં નીચે કેન્દ્ર સરકારના કાર્યોના વખાણ પણ કરવામાં આવ્યા છે. હવે આ નારા સાથે ભાજપના નવા નેતા, સાંસદ, ધારાસભ્ય અને અને સરકારના મંત્રી જનતા વચ્ચે આવશે. મોદી સરકારના ત્રણ વર્ષ પૂર્ણ થતા મોદી ફેસ્ટ પણ ઉજવવામાં આવી રહ્યો છે. મોદી ફેસ્ટ હેઠળ દેશભરમાં ભાજપના નેતાઓ ફરશે અને જનતાના સરકારના કાર્યો અંગે જાણકારી આપશે. કેન્દ્ર સરકારના આ નવા નારાને જનતા સામે મુકવા પીએમ મોદી તથા ભાજપના નેતાઓ ટ્વીટ કરી રહ્યાં છે.

આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય એક ટ્વીટ કર્યું છે. તેમણે લોકો પાસે સરકાર અને તેની કામગીરી અંગેનો અભિપ્રાય માંગ્યો છે. આ સાથે જ તેમણે સર્વેની એક લિંક પોસ્ટ કરી છે, જેની પર ક્લિક કરી મોદી એપ થકી તમે સરકારની કામગીરી અંગેના વિચારો જણાવી શકો છે અને તમારા સલાહ-સૂચનો આપી શકો છો.

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ વડાપ્રધાન પદની શપથ લીધી હતી. કેન્દ્ર સરકારના બે વર્ષ પૂર્ણ થયા ત્યારે પણ એક નવું સૂત્ર આપવામાં આવ્યું હતું, 'મેરા દેશ બદલ રહા હે, આગે બઢ રહા હે'.

English summary
New slogan of Modi Government, sath hai, vishwas hai, ho raha vikas hai.
Please Wait while comments are loading...