For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડમાં ભાજપ ઉજવશે 'મોદી ફેસ્ટ', તૈયારીઓ શરૂ

ભાજપના મહાસચિવ સંજય કુમારે જણાવ્યું કે, સમગ્ર ઉત્તરાખંડમાં 'મોદી ફેસ્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમોનું આયોજન ભાજપ મુખ્યાલયની સલાહ બાદ કરવામાં આવ્યું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારે ત્રણ વર્ષ પૂરા થયા, ભારતીય જનતા પાર્ટી આ સફળતાને ગર્વથી ઉત્સવ માફક ઉજવવા માંગે છે. આ માટે ઉત્તરાખંડ ભાજપે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ માટે 'મોદી ફેસ્ટ' હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

bjp

ભાજપના મહાસચિવ સંજય કુમારે જણાવ્યું કે, સમગ્ર ઉત્તરાખંડમાં 'મોદી ફેસ્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કાર્યક્રમોનું આયોજન ભાજપ મુખ્યાલયની સલાહ લીધા બાદ જ કરવામાં આવ્યું છે. કેન્દ્રિય મંત્રી વિજય ગોયલ જૂનના પહેલા સપ્તાહમાં દેહરાદૂન આવનાર છે, તેઓ પણ એક કાર્યક્રમમાં હાજરી આપશે.

'મોદી ફેસ્ટ'ને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે ભાજપ ખૂબ મહેનત કરી રહ્યું છે. આ કાર્યક્રમોમાં ભાજપના મોટા નેતાઓની સાથે મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો પણ હાજરી આપશે. સૌનો વિકાસ સૂત્રને વળગીને કામ કરતી સરકારની ઉપલબ્ધિઓ જન-જન સુધી પહોંચાડવા માટે 26 મેથી 15 જૂન દરમિયાન તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કેન્દ્રિય મંત્રીઓએ કાર્યક્રમનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં મોદી ફેસ્ટ, લાભાર્થી સંમેલન, જનસભા, પત્રકાર પરિષદ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

English summary
Uttarakhand unit BJP has announced it will celebrate Modi Fest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X