મહિલાઓની મદદ માટે વિક્સાવ્યું સોફ્ટવેર

એન્ડ્રોઇડ સોફ્ટવેર ડેવલોપર ગુણવંત બત્તાશે, ઇન્જીનીયર અનૂપ ઉન્નીકૃષ્ણન અને ગ્રાફિક ડિઝાઇનર જયેશ બાંકરે જણાવ્યું કે, તેમના દ્વારા વિકસિત સોફ્ટવેર એપ્લીકેશન 'મી અગેન્સ્ટ રેપ'ને એન્ડ્રોઇડ મોબાઇલ હેન્ડસેટ પર નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. તેમણે જણાવ્યું કે, સોફ્ટવેરમાં ટચ હેલ્પલાઇન, રેકોર્ડિંગ સુવિધા હોવાની સાથે એવી સુવિધા પણ ઉપલબ્ધ છે, જેનાથી એ જાણી શકાય છે કે સંકટમાં ફસાયેલી વ્યક્તિ ક્યાં છે.
આ યુવાનોએ કહ્યું કે, કોઇ મહિલા કોઇ પ્રકારની પરેશાની કે મુશ્કેલીમાં હોય તો તેને માત્ર એક હેલ્પ બટન દબાવવાનું રહેશે, તેનાથી સંપર્કવાળા સંબંધીઓ પાસે સંદેશ પહોંચી જશે, જ્યારે હેલ્પ બટન દબાવવામાં આવે છે, ત્યારે વ્યક્તિનું સ્થળ અને સમય અંગે પણ માહિતી મેળવી શકાય છે. તેમાં ગુગલ મેપ લિંકની સુવિધા પણ છે.
તેમણે કહ્યું કે, તેમના દ્વારા એક અઠવાડિયાની અંદર વિકસાવવામાં આવેલા સોફ્ટવેર અત્યાચારો વિરુદ્ધ મહિલાઓને મદદ કરશે. આ યુવનોએ આગ્રહ કર્યો છે કે મહિલાઓએ પોતાની સુરક્ષા માટે તેનો ઉપયોગ કરવો જોઇએ. ત્રણેયે નાસિકના પોલીસ અધિક્ષક કુલવંત કુમાર સારંગલ સમક્ષ પોતાના સોફ્ટવેરનું પ્રદર્શન કર્યું હતું.












Click it and Unblock the Notifications
