For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીનુ એક્વિલા રેસ્ટોરાં થયુ બંધ, મહિલાને સાડીમાં નહોતી આપી એન્ટ્રી

ગયા સપ્તાહે દિલ્લીના એક્વિલા રેસ્ટોરાંમાં એક મહિલાને એટલા માટે પ્રવેશ આપવામાં ન આવ્યો કારણકે તે સાડી પહેરીને પહોંચી હતી. જાણો પછી શું થયુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગયા સપ્તાહે દિલ્લીના એક્વિલા રેસ્ટોરાંમાં એક મહિલાને એટલા માટે પ્રવેશ આપવામાં ન આવ્યો કારણકે તે સાડી પહેરીને પહોંચી હતી. ત્યારબાદ મહિલાએ વાત કરતો રેસ્ટોરાંના સ્ટાફનો એક વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગયો. ત્યારથી રેસ્ટોરાં પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. જેના પર હવે દક્ષિણ દિલ્લી નગર નિગમે એક્શન લીધી છે. સાથે જ રેસ્ટોરાંને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યુ છે.

aquila

અંસલ પ્લાઝા સ્થિત એક્વિલા રેસ્ટોરાંને થોડા દિવસો પહેલા એક નોટિસ પણ મોકલવામાં આવી હતી. જેમાં હાલની ઘટનાનો ઉલ્લેખ નથી પરંતુ એ જરૂર કહેવામાં આવ્યુ છે કે તે રેસ્ટોરાં હેલ્થ ટ્રેડ લાયસન્સ વિના ચાલી રહ્યુ હતુ. આ મામલે સાઉથ એમસીડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે રેસ્ટોરાં 27 સપ્ટેમ્બરના રોજ બંધ થઈ ગયુ. આના માટે 24 સપ્ટેમ્બરના રોજ એક ક્લોઝર નોટિસ જાહેર કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે સાર્વજનિક સ્વાસ્થ્ય નિરીક્ષકે 21 સપ્ટેમ્બરના રોજ તપાસ દરમિયાન જાણ્યુ કે માલિક પાસે હેલ્થ ટ્રેડ લાયસન્સ નથી. સાથે જ તે અસ્વચ્છ પરિસ્થિતિઓમાં સંચાલિત થઈ રહ્યુ હતુ.

અધિકારીએ આગળ જણાવ્યુ કે જન સ્વાસ્થ્ય નિરીક્ષકે 24 સપ્ટેમ્બરે ફરીથી એ જગ્યાનુ નિરીક્ષણ કર્યુ જેમાં જાણવા મળ્યુ કે તે પહેલા જેવી સ્થિતિમાં જ છે. જેના કારણે 48 કલાકની અંદર તેને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા. જો સંચાલક તેને બંધ ન કરે તો તેના પર સીલિંગ સહિત અલગ કાનૂની કાર્યવાહી કરવામાં આવતી. વળી, એસડીએમસી હાઉસની બેઠકમાં બુધવારે આ મુદ્દો ઉઠ્યો. જેમાં કોંગ્રેસ નેતા અભિષેક દત્તે પારંપરિત ભારતીય પોષાકમાં મહિલાને પ્રવેશ ન આપવાની ઘટના પર હોટલ પર 5 લાખનનો દંડ લાવવાની માંગ કરી.

મહિલા પંચે લીધુ સંજ્ઞાન

તમને જણાવી દઈએ કે મહિલા વ્યવસાયે પત્રકાર છે અને તે પોતાની દીકરીના જન્મદિવસ મનાવવા માટે ગઈ હતી. જ્યારે તે સાડીમાં પહોંચી ત્યારે રેસ્ટોરાંએ તેને એન્ટ્રી આપવાનો ઈનકાર કરી દીધો. સાથે જ કહ્યુ કે તે માત્ર કેઝ્યુઅલ ડ્રેસમાં એન્ટ્રી લઈ શકે છે જ્યારે સાડી કેઝ્યુઅલમાં આવતી નથી. ત્યારબાદ મહિલા પંચે પણ આની જાણવાજોગ લીધી. સાથે જ દિલ્લી પોલિસ કમિશ્નરને પત્ર લખીને ઘટનામાં તપાસ કરવા માટે કહ્યુ હતુ. જો કે બાદમાં રેસ્ટોરાંના સંચાલકે માફી માંગી લીધી હતી.

English summary
News Delhi Aquila restaurant shut by south mcd who did not give entry to saree-clad woman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X