For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 June: શરીફ સાથે ભારતમાં શાળાના વિદ્યાર્થી જેવો વ્યવહાર કરાયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જૂન: એઆઇએડીએમકે અધ્યક્ષ અને તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે જયલતિતા કેન્દ્ર પાસે તમિલનાડુ માટે વિશેષ પેકેજ અને માછીમારાના મુદ્દા પર વાતચીત કરશે.

માહિતી અનુસાર ભાજપ ઇચ્છે છે કે એઆઇએડીએમકે એનડીએમાં સામેલ થઇ જાય. તેનું એક કારણ એ પણ બતાવવામાં આવી રહ્યું છે કે રાજ્યસભામાં ભાજપ અલ્પમતમાં છે, એવામાં રાજ્યસભામાં બિલ પાસ કરાવવા માટે ભાજપને જયલલિતાના સહયોગની જરૂરત પડશે.

મોદીના સમર્થકોમાં જયલલિતા પહેલાથી જ સામેલ રહી છે. જયલલિતાની પાસે રાજ્યસભામાં 10 સાંસદો છે. કહેવાય છે કે મોદી અને જેટલી સાથે જયલલિતા મુલાકાત કરશે, ત્યારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને નિર્મલા સીતારમણ પણ તેમને મળી શકે છે. અત્રે નોંધનીય છે કે 1999માં જયલલિતા એનડીએ સરકારને ટેકો આપી ચૂકી છે.

બીજી બાજું કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં હૃદય બેસી જવાથી નિધન થયું છે. ગોપીનાથ મુંડેએ હમણા જ 26 તારીકે કેન્દ્રીય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મોદીએ મુંડેને ગ્રામીણ વિકાસ મંત્રી બનાવ્યા હતા.

આ ઉપરાંત દિવસભરના તમામ સમાચારો પર રાખો નજર...

ગોપીનાથ મુંડેનું નિધન

ગોપીનાથ મુંડેનું નિધન

કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેનું માર્ગ અકસ્માતમાં હૃદય બેસી જવાથી નિધન થયું છે. ગોપીનાથ મુંડેએ હમણા જ 26 તારીકે કેન્દ્રીય મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. મોદીએ મુંડેને ગ્રામીણ વિકાસ મંત્રી બનાવ્યા હતા.

ગોપીનાથ મુંડેના નિધનથી મોદી દુ:ખી

ગોપીનાથ મુંડેના નિધનથી મોદી દુ:ખી

ભાજપના વરિષ્ઠ નેતા, કેબિનેટ મંત્રી અને મિત્ર સમા સ્વ. ગોપીનાથ મુંડેના નિધનથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શોકગ્રસ્ત છે. મોદીએ ટ્વીટર થકી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ 12.30 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યાલય ખાતે ગોપીનાથ મુંડેના પાર્થિવ શરીરના દર્શનાર્થે પહોંચશે. ગોપીનાથ મુંડેનું આજે વહેલી સવારે 7.45 વાગ્યે એક કાર અકસ્માતમાં નિધન થયું છે.

હોકી વર્લ્ડકપમાં બીજીવાર હાર્યું ભારત

હોકી વર્લ્ડકપમાં બીજીવાર હાર્યું ભારત

હોકી વર્લ્ડકપમાં સોમવારે થયેલી મેચમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડની સામે 1-2થી હારી ગઇ. વિશ્વકપમાં ભારતની આ બીજી મેચ હતી, જેમાં ભારતને બીજીવાર હારનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાત ધોરણ 10નું પરિણામ 63.85 ટકા

ગુજરાત ધોરણ 10નું પરિણામ 63.85 ટકા

ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 3 જૂન, 2014 એટલે કે મંગળવારે એસએસસી એટલે કે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે બોર્ડનું પરિણામ 63.85 ટકા આવ્યું છે.
વધુસમાચાર વાંચવા માટે ક્લિક કરો...

શરીફ સાથે ભારતમાં શાળાના વિદ્યાર્થી જેવો વ્યવહાર કરાયો

શરીફ સાથે ભારતમાં શાળાના વિદ્યાર્થી જેવો વ્યવહાર કરાયો

પાકિસ્તાનના તહરીક-એ-ઇંસાફના અધ્યક્ષ ઇમરાન ખાને સોમવારે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ભારતે શાળાના બાળક જેવો વ્યવહાર કર્યો. ઇમરાને જણાવ્યું કે નવી દિલ્હીમાં હુર્રિયત કોંફ્રેંસના પ્રતિનિધિયોને નહીં મળીને નવાઝ શરીફે કાશ્મીર વાર્તાને પ્રભાવિત કરી છે.

વિદેશમંત્રી સુષમા સ્વરાજ

વિદેશમંત્રી સુષમા સ્વરાજ

વિદેશમંત્રી સુષમા સ્વરાજે ઓમાની ડેલિગેશન યુસુફ બિન અલ્વી બિન અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી.

કેજરીવાલ અમૃતસરમાં

કેજરીવાલ અમૃતસરમાં

આપના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ અમૃતસરના પ્રસિદ્ધ સુવર્ણ મંદિરના દર્શન કરવા આવી પહોંચ્યા હતા.

એન્જેલિના જોલી સાંઘાઇમાં

એન્જેલિના જોલી સાંઘાઇમાં

એન્જેલિના જોલી પોતાની આવનારી ફિલ્મ 'મેલિફિસેન્ટ'ના પ્રમોશન માટે સાંઘાઇ આવી હતી.

યશવંત સિન્હાની ધરપકડ

યશવંત સિન્હાની ધરપકડ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાને ઝારખંડના હજારીબાગ શહેરમાં એક વિરોધ પ્રદર્શનના નેતૃત્વ કરવા બદલ ધરપકડ કરી લેવામાં આવ્યા છે, અને જામીન બોન્ડ ભરવાનો ઇનકાર કરવા પર તેમને મંગળવારે ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે. હજારીબાગમાં એક ન્યાયાલયે યશવંત સિન્હાને 14 દિવસોની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે, કારણ કે તેમણે જામીન બોન્ડ ભરવાનો ઇનકાર કરી દીધો હતો.

English summary
News Of The Day: Jaylalitha going to meet PM Narendra Modi, and other news see in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X