#StormAlert: ઉત્તરાખંડ અને હિમાચલ તરફ તોફાનની દિશા
હવામાન વિભાગની નવી અપડેટ અનુસાર હવે તોફાન ઉત્તરાખંડ અને હિમાચલ તરફ આગળ વધી રહ્યું છે, એટલા માટે 24 કલાક એલર્ટ રહેવાની જરૂર છે.
હવામાન વિભાગની નવી અપડેટ અનુસાર હવે તોફાન ઉત્તરાખંડ અને હિમાચલ તરફ આગળ વધી રહ્યું છે, એટલા માટે 24 કલાક એલર્ટ રહેવાની જરૂર છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હી હજુ પણ પુરી રીતે તોફાન મુક્ત નથી. હજુ પણ દિલ્હી એનસીઆર, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર સહીત ઉત્તર ભારતના મોટા હિસ્સામાં તોફાન આવવાની શક્યતા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન આવવાની શક્યતા જાહેર કરી છે.
આ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તેઝ હવાઓ સાથે વરસાદ થઇ શકે છે. આ પરિસ્થિતિ જોતા પ્રદેશે એલર્ટ પણ જાહેર કર્યું છે.

ઉત્તર ભારતમાં આંધી અને તોફાન
ફરી એકવાર ઉત્તર ભારતમાં આંધી અને તોફાનનો કહેર વરસી રહ્યો છે. સોમવારે રાત્રે દિલ્હી એનસીઆર માં ખુબ જ તેઝ હવાઓ ચાલી હતી. તેઝ આંધીને કારણે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાઓ પર ઝાડ પડી ગયા, જેથી વાહન વ્યવહાર પર અસર પડ્યો અને જનજીવન પ્રભાવિત થયું હતું. તોફાનને કારણે થતા નુકશાનથી બચવા માટે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, હરિયાણા અને મેરઠમાં ઘણી સ્કૂલો આજે બંધ રાખવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તરફ જશે તોફાન
હવામાન વિભાગ અનુસાર 9 મેં દરમિયાન તોફાન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ તરફ વધી જશે. તેની સિવાય પૂર્વોત્તરના અન્ય રાજ્યો આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાન કહેર વરસાવી શકે છે. આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે.

તોફાન વિશે એલર્ટ
સોમવારે રાત્રે દેહરાદૂન અને હરિદ્વારમાં પણ ભારે હવા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે દેહરાદૂનમાં ઘણા વીજળીના થાંબલા અને ઝાડ તૂટીને પડી ગયા. હવામાન વિભાગ ઘ્વારા ચેતવણી આપ્યા પછી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
