ISIS કાવતરા મામલે મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત દેશભરમાં 44 જગ્યાએ NIAના દરોડા, 13ની ધરપકડ
National Investigation Agency (NIA) Raid: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ISIS આતંકવાદી ષડયંત્રના કેસમાં શનિવાર 09 ડિસેમ્બરની સવારે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 44 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
NIA દ્વારા દરોડા પાડવામાં આવેલા 44 સ્થળોમાંથી કર્ણાટકમાં એક, પુણેમાં બે, થાણે ગ્રામ્યમાં 31, થાણે શહેરમાં 9 અને ભાયંદરમાં 1 જગ્યાએ સર્ચ કરવામાં આવ્યુ છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓએ આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ અને ચાલુ કેસમાં વિદેશી-આધારિત ISIS ઓપરેટિવ્સની સંડોવણી સાથેના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં ભારતમાં ISISની ઉગ્રવાદી વિચારધારાનો પ્રચાર કરવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓના નેટવર્કનો ખુલાસો થયો છે.
તેમણે જણાવ્યું હતું કે, નેટવર્કે ISISના સ્વયંભૂ ખલીફા (નેતા) પ્રત્યે વફાદારીનું વચન આપ્યું હતું અને તે ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs)ના ઉત્પાદનમાં સામેલ હોવાનું જણાયું હતું. નેટવર્કનો ઈરાદો ભારતની ધરતી પર આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો હતો.
Of the total 44 locations being raided by the NIA since this morning, the agency sleuths have searched 1 place in Karnataka, 2 in Pune, 31 in Thane Rural, 9 in Thane city and 1 in Bhayandar. https://t.co/vKl7119DcV
— ANI (@ANI) December 9, 2023












Click it and Unblock the Notifications
