દિલ્હી-હરિયાણામાં મોટી NIA ની મોટી કાર્યવાહી, આંતકીઓ સાથે જોડાયેલી 5 સંપત્તિ સીલ કરાઈ
એનઆઈએએ આતંકવાદ, ગેંગસ્ટર અને ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક સામે મોટા પાયે અભિયાન ચલાવ્યુ છે ત્યારે શનિવારે દિલ્હી અને હરિયાણામાં પાંચ મિલકતો એટેચ કરાઈ છે. આમાંથી ચાર હરિયાણામાં અને એક દિલ્હીમાં છે.
નવી દિલ્હી : દેશમાં આતંકવાદને ખતમ કરવા માટે એનઆઈએ સતત અભિયાન ચલાવી રહી છે. કાશ્મીર સહિતના રાજ્યોમાં એક્ટિવ નેટવર્કને ખતમ કરવા માટે એનઆઈએ સતત પગલા ભરી રહી છે ત્યારે હવે દિલ્હી અને હરિયાણામાં મોટી કાર્યવાહી કરી છે.

એનઆઈએએ આતંકવાદ, ગેંગસ્ટર અને ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્ક સામે મોટા પાયે અભિયાન ચલાવ્યુ છે ત્યારે શનિવારે દિલ્હી અને હરિયાણામાં પાંચ મિલકતો એટેચ કરાઈ છે. આમાંથી ચાર હરિયાણામાં અને એક દિલ્હીમાં છે. આ મિલકતોમાં આતંકવાદના નાણાંનો ઉપયોગ થતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
એેએનઆઈના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આસિફ ખાનનું એક ઘર એટેચ કરાયુ છે. આ સાથે ત્રણ સ્થળે સુરેન્દ્રસિંહ ઉર્ફે ચીકુના મકાનો અને ખેતીની જમીનો જપ્ત કરાઈ છે. જે હરિયાણામાં છે. તપાસમાં સામે આવ્યુ છે કે, આ મિલકતોમાં આતંકવાદથી મળેલા નાણાં રોકાયા હતા. આસિફ ખાન ગેંગસ્ટરોને હથિયાર અને અન્ય સામગ્રી પૂરી પાડતો હતો. સુરેન્દ્ર ઘણા માફિયાઓની નજીક છે. જેમાં નરેશ સેઠી, અનિલ ચિપ્પી, રાજુ બાસોદી વગેરેના નામ સામેલ છે. આ તમામની NIA દ્વારા ધરપકડ કરાઈ છે.
સુરેન્દ્ર હત્યા, અપહરણ અને ખંડણીના કેસોમાં પણ સંડોવાયેલો છે. તેને છેતરપિંડી કરીને જે નાણા કમાયા હતા તેનો ઉપયોગ રિયલ એસ્ટેટ અને અન્ય વ્યવસાયમાં કર્યો હતો. NIA હાલમાં આતંક અને માફિયા નેટવર્ક સામે અભિયાન ચલાવી રહી છે. જે અંતર્ગત તેનાથી મળેલી આવક સંબંધિત મિલકતોનો નાશ કરાશે. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ ઉગ્ર બનશે.












Click it and Unblock the Notifications
