સિગરેટમાં મળતા નિકોટીનથી થશે કોરોનાનો ઈલાજ, જલ્દી શરૂ થશે પરીક્ષણ
કોરોના વાયરસ ખૂબ ઝડપથી આખી દુનિયાને પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. કોરોના વાયરસના બચાવ માટે હજુ સુધી કોઈ વેક્સીન બની શકી નથી પરંતુ આના ઈલાજ અને બચાવ માટે ઘણા રિસર્ચ સામે આવ્યા છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સિગરેટ પીનારામાં કોરોનાનુ જોખમ ઓછુ છે. સાથે જ હવે વૈજ્ઞાનિક સિગરેટમાં મળતા નિકોટીનથી કોરોનાના ઈલાજની યોજના બનાવી રહ્યા છે.

480 દર્દીઓ પર થઈ છે રિસર્ચ
પેરિસની Pitie-Salpetriere હોસ્પિટલમાં 480 દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવી છે. આમાંથી 350 દર્દી હોસ્પિટલમાં ભરતી હતા જ્યારે બાકીના દર્દીઓને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. સ્ટડી દરમિયાન જોવામાં આવ્યુ કે હોસ્પિટલમાં ભરતી દર્દીઓની સરેરાશ ઉંમર 65 વર્ષ હતી જેમાં 4.4 ટકા લોકો ધૂમ્રપાન કરતા હતા. વળી, જે લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા હતા તેમની સરેરાશ ઉંમર 44 વર્ષ હતી. જેમાંથી 5.3 ટકા લોકો નિયમિત ધૂમ્રપાન કરતાહતા. વૈજ્ઞાનિકોના મત મુજબ દર્દીઓની અનુમાનિત જનસંખ્યાના મુકાબલે ધૂમ્રપાન કરતા લોકોની સંખ્યા ઓછી છે. અહીં 44થી 53 વર્ષની વયના 40 ટકા લોકો ધૂમ્રપાન કરે છે. વળી, 65-75 વય વચ્ચે આ આંકડો 8.8થી લઈને 11.3 ટકા છે.

વાયરસને રોકે છે નિકોટીન
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સિગરેટ અને તમાકુમાં નિકોટીન જોવા મળે છે. આ નિકોટીન વાયરસને કોશિકાઓ સુધી પહોંચવા દેતો નથી જેનાથી સંક્રમણ અટકી જાય છે. વળી, માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ અનાવશ્યક પ્રતિક્રિયાઓ કરતી રહે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે નિકોટીન આ અનાવશ્યક પ્રતિક્રિયાઓને ઘટાડી દે છે જેનાથી કોરોનાગ્રસિત દર્દીઓને ફાયદો થાય છે.

ધૂમ્રપાન છે જાનલેવા
નિકોટીનના આ ફાયદાને જોતા હવે વૈજ્ઞાનિકો નિકોટીન પેચ તૈયાર કરી રહ્યા છે જેથી કોરોનાના દર્દીઓનો ઈલાજ થઈ શકે. જો કે ફ્રાંસમાં નિકોટીન પેચની ક્લીનિકલ ટ્રાયલને મંજૂરી નથી મળઈ. વળી, વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધુ છે કે આ સ્ટડીનો હેતુ લોકોને ધૂમ્રપાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો નથી. આમાં મળતા નિકોટીનથી કોરોના વાયરસ સામે લડી શકાય છે. ધૂમ્રપાનથી કેન્સર અને ફેફસા સંબંધિત ઘણી બિમારીઓ થઈ શકે છે જે જાનલેવા સાબિત થશે.
આ પણ વાંચોઃ તીવ્ર ગરમી અને ભેજથી નબળો પડી રહ્યો છે કોરોના વાયરસ, અમેરિકી રિસર્ચનો દાવો