ઝારખંડના દેવઘરમાં નાસભાગથી 9નાં મોત, 15 ઇજાગ્રસ્ત

પ્રાપ્ત વિગતો અનુસાર દેવઘર મંદિર પાસે આવેલા સત્સંગ આશ્રમમાં નાસભાગ મચી હતી. અહીં સંત ઠાકુર અનૂકૂલ ચંદ્રના 125મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે શ્રધ્ધાળુઓ એકત્ર થયા હતા. ભીડ અનિયંત્રિત બનતા દુર્ધટના સર્જાઇ હતી.
દેવઘરના એસપી સુબોધ પ્રસાદે જણાવ્યું કે મૃત્યુ પામનારા તમામ 9 લોકોની વય 60 વર્ષથી વધુ છે. તમામનાં મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. મૃત્યુ પામનારામાં 5 લોકોની ઓળખ થઇ ગઇ છે. જેમાંથી 4 બિહારના અને એક ઓરિસ્સાના હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી મોટા ભાગનાને રજા આપી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
