For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળમાં નિપાહ વાયરસઃ આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને બોલાવી ઈમરજન્સી મીટિંગ

કેરળમાં ફરીથી એક વાર મગજનો તાવ એટલે કે નિપાહ વાયરસનો કેસ સામે આવ્યો છે. કેરળના આરોગ્ય મંત્રી કે કે શૈલજાએ નિપાહ વાયરસ કેસની પુષ્ટિ કરી છે.

|
Google Oneindia Gujarati News

કેરળમાં ફરીથી એક વાર મગજના તાવ એટલે કે નિપાહ વાયરસનો કેસ સામે આવ્યો છે. કેરળના આરોગ્ય મંત્રી કે કે શૈલજાએ નિપાહ વાયરસ કેસની પુષ્ટિ કરી છે. કેરળમાં નિપાહ વાયરસનો કેસ સામે આવવા પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનની પ્રતિક્રિયા આવી છે. તેમણે કેરળના આરોગ્ય મંત્રીને કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ મદદ કરવાનું આશ્વાસન આપ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કેરળમાં નિપાહ વાયરસનો નવો કેસ આવવા પર કહ્યુ, 'અમે વાયરસના પરીક્ષણની મદદ માટે વન્યજીવ વિભાગના સંપર્કમાં છીએ. મને નથી લાગતુ કે ગભરાવાની કોઈ જરૂર છે.'

Harsh Vardhan

તેમણે કહ્યુ, 'આજે સવારે મે સ્વાસ્થ્ય સચિવ સહિત બધા અધિકારીઓ સાથે પોતાના આવાસ પર બેઠક બોલાવી છે. કાલે જ અમે છ અધિકારીઓની એક ટીમને કેરળ મોકલી હતી.' કેબિનેટમાં શામેલ ડૉ. હર્ષવર્ધને સોમવારે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી રૂપે કાર્યભાર સંભાળ્યો. વર્લ્ડ સાઈક્લિંગ ડે પર લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે ડૉ. હર્ષવર્ધન પોતાના સરકારી આવાસથી નિર્માણ ભવન સ્થિત પોતાના કાર્યલય સુધી સાઈકલ ચલાવીને ગયા.

નિપાહ વાયરસની વાત કરીએ તો કોચ્ચિના એર્નાકુલમના એક યુવકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. પૂણે સ્થિત રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (એનઆઈવી)થી રિપોર્ટ મળ્યા બાદ આ કેસની પુષ્ટિ કરવામાં આવી. જિલ્લાધિકારીએ બધા લોકોને ડર ફેલાવવાથી દૂર રહેવાની અપીલ કરી. જણાવવામાં આવી રહ્યુ છે કે છાત્ર એર્નાકુલમ જિલ્લાનો રહેવાસી છે અને ઈદુક્કી જિલ્લામાં સ્થિત થોડુપુજાની કોલેજમાં ભણે છે. તે હાલમાં શિવિર અનુસંધાનમાં ત્રિશૂરમાં હતો. ત્રિશૂરના જિલ્લા ચિકિત્સા અધિકારી ડૉ. રીનાના જણાવ્યા અનુસાર છાત્ર માત્ર ચાર દિવસ જ ત્રિશૂરમાં હતો અને તેને તાવ આવી રહ્યો હતો. તેમણે જણાવ્યુ કે તેની સાથે 16 અન્ય છાત્રો હતા અને તેમાંથી છ તેના સીધા સંપર્કમાં હતા. ગયા વર્ષે નિપાહ વાયરસના કારણે કેરળમાં 17 લોકોના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચોઃ પુડુચેરીના સીએમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો, કેબિનેટના ચુકાદા પર લગાવી રોકઆ પણ વાંચોઃ પુડુચેરીના સીએમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો, કેબિનેટના ચુકાદા પર લગાવી રોક

English summary
nipah virus: Health Minister Harsh Vardhan assured all possible support to Kerala Health Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X