પીએનબી ઘોટાળો: ઈડીએ નીરવ મોદીની 637 કરોડની સંપત્તિ જપ્ત કરી
પંજાબ નેશનલ બેંકને 13500 કરોડનો ચૂનો લગાવીને ફરાર થયેલા નીરવ મોદી પર સિકંજો કસવામાં આવી રહ્યો છે.
પંજાબ નેશનલ બેંકને 13500 કરોડનો ચૂનો લગાવીને ફરાર થયેલા નીરવ મોદી પર સિકંજો કસવામાં આવી રહ્યો છે. ઈડી ઘ્વારા નીરવ મોદી પર મોટી કાર્યવાહી કરીને 5 દેશોમાં તેની 637 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. સિંગાપુર, લંડન સહીત પાંચ દેશોમાં તેની સંપત્તિ જપ્ત કરી દેવામાં આવી છે. નીરવ મોદી પર ઘોટાળાનાં પૈસાથી સંપત્તિ ખરીદવાની શંકા છે.

637 કરોડની સંપત્તિ જપ્ત
ઈડી ઘ્વારા નીરવ મોદીની 637 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે, તેમાં નીરવ મોદીના 5 વિદેશી બેંક ખાતામાં જમા 278 કરોડ રૂપિયા પણ શામિલ છે. 22.69 કરોડ રૂપિયાના ડાયમંડ ઘરેણાં હોંગકોંગથી ભારત લાવવામાં આવ્યા છે. ઈડી ઘ્વારા જે સંપત્તિ અટેચ કરવામાં આવી છે તેમાં 19.5 કરોડનો મુંબઇનો એક ફ્લેટ પણ શામિલ છે.

પીએનબી ઘોટાળાનો આરોપી છે નીરવ મોદી
બ્લૂમ્બેર્ગ રિપોર્ટ અનુસાર નીરવ મોદીએ વર્ષ 2011 થી 2017 વચ્ચે કુલ 21.38 કરોડ ડોલરના નકલી બિલ તૈયાર કર્યા. જેના આધાર પર લેટર ઓફ અન્ડરટેકિંગ ઘ્વારા નીરવ મોદીએ એક મોટી રમત રમી. તેને આ સમયગાળા દરમિયાન બિલોને શોર્ટ ટર્મ લોન લેવા માટે પંજાબ નેશનલ બેન્કને આપ્યા અને લોન પાસ કરાવી લીધી. નીરવ મોદીએ વેચાણમાં તેઝીના નામ પર ફક્ત ભારતીય બેંકો જ નહીં પરંતુ ભારત બહાર પણ લગભગ 4 અરબ ડોલરની લોન લીધી.
|
ઘોટાળાનાં પૈસાથી સંપત્તિ ખરીદવાની શંકામાં કાર્યવાહી
અમેરિકામાં નીરવ મોદીની કંપનીનો ફેડએક્સ સાથે કરાર હતો. તેની ફર્મ આ કંપનીની મદદથી હીરા એક્સપોર્ટ કરતી હતી. તેમાં 17 લાખ ડોલરની કિંમતનો પણ એક હીરો હતો પરંતુ ફેડએક્સ ઘ્વારા ફક્ત 1.5 લાખ ડોલરનું ઇન્સ્યોરન્સ કરવામાં આવ્યું. કિંમતમાં આટલું બધું અંતર જણાવે છે કે નીરવ મોદી કેવી રીતે તેનો ગોરખધંધો ચલાવતો હતો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
