For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PNB સ્કેમ: 12000 પેજની ચાર્જશીટ, બીજા પણ નામ બહાર આવ્યા

પીએનબી ઘોટાળામાં ઈડી ઘ્વારા પહેલી ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. મળતી ખબર અનુસાર ઈડી ઘ્વારા મુંબઈની વિશેષ અદાલતમાં મની લોન્ડ્રીંગ એક્ટ ઘ્વારા હેઠળ 12000 પેજની ચાર્જશીટ દાખલ કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પીએનબી ઘોટાળામાં ઈડી ઘ્વારા પહેલી ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે. મળતી ખબર અનુસાર ઈડી ઘ્વારા મુંબઈની વિશેષ અદાલતમાં મની લોન્ડ્રીંગ એક્ટ ઘ્વારા હેઠળ 12000 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં નીરવ મોદી અને તેની કંપનીઓ સાથે ખોટા લેટર આપનાર લોકોના નામ પણ શામિલ કરવામાં આવ્યા છે.

ઈડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેંકો પાસેથી 6939.84 કરોડ કરતા પણ વધારે રૂપિયાની રકમ નીરવ મોદી અને બીજી ડમી કંપનીઓ ઘ્વારા લીગલ કમાણી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ડમી કંપનીઓના નામ પર કરોડો રૂપિયાનો ચૂનો

ડમી કંપનીઓના નામ પર કરોડો રૂપિયાનો ચૂનો

ઈડી જાંચ મુજબ નીરવ મોદી અને તેની 9 ડમી કંપનીઓ ઘ્વારા પોતાના ગ્રુપ ફાર્મો, પોતાની બહેન પૂર્વી મોદી અને પતિ મિયાંક મહેતા સાથે 1811 કરોડ રૂપિયાની રકમ હેરફેર કરવાનો આરોપ છે. ઈડી ફરિયાદ અનુસાર નીરવ મોદી ની સાથે તેની બહેન પૂર્વી મોદી અને પતિ મિયાંક મહેતા બંનેને આરોપી બનાવવામાં આવ્યા છે.

મોદીની બહેન અને પતિ પણ આરોપી

મોદીની બહેન અને પતિ પણ આરોપી

ઈડી ચાર્જશીટ મુજબ નીરવ મોદીએ 6939.84 કરોડ રૂપિયામાંથી 4299 કરોડ રૂપિયા પોતાના ગ્રોપુ ફાર્મો, પોતાની બહેન પૂર્વી મોદી સંબંધીઓ નામે યુએઈ અને હોંગકોંગની 15 નકલી કંપનીઓના નામે લીધા. જેમાં નીરવ મોદીએ 1811 કરોડ રૂપિયા બહેન પૂર્વી મોદી અને તેના પતિ મિયાંક નામે 9 ડમી કંપનીઓ ઘ્વારા લીધા. મિયાંક મહેતા હીરા વેપારી રસેલ મહેતાના બહેનોઈ છે.

આરોપીઓમાં મોદીના પિતા અને ભાઈનું નામ પણ શામિલ

આરોપીઓમાં મોદીના પિતા અને ભાઈનું નામ પણ શામિલ

મુંબઈની વિશેષ અદાલતમાં મની લોન્ડ્રીંગ એક્ટ ઘ્વારા હેઠળ 12000 પેજની દાખલ કરેલી ચાર્જશીટમાં નીરવ મોદીના પિતા દિપક મોદી અને તેમના ભાઈઓ નેસલ મોદી અને નેહલ મોદીનું નામ પણ જોડાયેલું છે. નીરવ મોદી હજુ સુધી ઈડી જાંચમાં શામિલ નથી થયા. તેની સામે અલગ અલગ અપરાધિક કાનૂન હેઠળ જાંચ કરવામાં આવી રહી છે.

English summary
Nirav Modi diverted Rs 4,299 crore to himself, family and firms says ED in court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X