For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાના દોષિતો સામે નવુ ડેથ વોરન્ટ ઈશ્યુ, 3 માર્ચે સવારે 6 વાગે અપાશે ફાંસી

નિર્ભયાના દોષિતો સામે નવુ ડેથ વોરન્ટ ઈશ્ય કરી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયાના દોષિતો સામે નવુ ડેથ વોરન્ટ ઈશ્ય કરી દેવામાં આવ્યુ છે. 3 માર્ચની સવારે 6 વાગે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવશે. પટિયાલા હાઉસ કોર્ટે ચારે દોષિતો સામો નવુ ડેથ વોરન્ટ જારી કર્યુ છે. કોર્ટે ચુકાદામાં સંભળાવ્યુ કે ચારે દોષિતોને એકસાથે ફાંસી આપવામાં આવશે. સુનાવણી શરૂ થતા જ તિહાર જેલ તરફથી અત્યાર સુધીની સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં સોંપી દીધી. વિશેષ લોક વકીલ રાજીવ મોહને કેસની વર્તમાન સ્થિતિ વિશે કોર્ટને અવગત કરાવ્યા અને કહ્યુ કે 4 દોષિતોમાંથી 3 એ પહેલા જ પોતાના કાનૂની ઉપાયો સમાપ્ત કરી દીધા છે.

Nirbhaya Case

તેમણે કહ્યુ કે દિલ્લી હાઈકોર્ટે દોષિતોને સાત દિવસનો સમય આપ્યો હતો અને તે સમય પૂરો થઈ ગયો છે. આ સાથે જ તારીખ તરીકે કોઈ પણ અદાલતમાં કોઈ અરજી પેન્ડીંગ નથી. તમને જણાવી દઈએ કે નિર્ભયાના પરિવારજનોએ દોષિતો સામે નવુ ડેથ વોરન્ટ જારી કરવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.

2 વાર ઈશ્યુ થઈ ચૂક્યુ છે ડેથ વોરન્ટ

દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટ ચારે દોષિતો સામે 2 વાર ડેથ વોરન્ટ જારી કરી ચૂકી છે. આ વર્ષે 7 જાન્યુઆરીએ કોર્ટે પહેલી વાર ડેથ વોરન્ટ ઈશ્યુ કર્યુ હતુ જેમાં 22 જાન્યુઆરીએ ચારે દોષિતોને સવારે 7 વાગે ફાંસી આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 17 જાન્યુઆરીએ કોર્ટે નવુ ડેથ વોરન્ટ જારી કરીને ફાંસીની તારીખ આગળ વધારીને 1 ફેબ્રુઆરી કરી હતી અને ફાંસીનો સમય સવારે 6 વાગ્યાનો કર્યો હતો. પરંતુ દોષિતો તરફથી કોર્ટ અને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી જવાના કારણે દિવસે પણ ફાંસી થઈ શકી નહોતી.

આ પણ વાંચોઃ ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસની અસર, મૂડીઝે વિકાસદર ઘટાડીને કર્યો 5.4%આ પણ વાંચોઃ ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસની અસર, મૂડીઝે વિકાસદર ઘટાડીને કર્યો 5.4%

English summary
Nirbhaya Case: Delhi Court issues fresh death warrants, Convicts to be Hanged on March 3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X