For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસમાં HCનો મોટો ચુકાદોઃ બધી કાનૂની પ્રક્રિયા પૂરી કરવા 7 દિવસની મહોલત

નિર્ભયા ગેંગરેપ-મર્ડર કેસમાં દિલ્લી હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે દોષિતોને એક અઠવાડિયાની અંદર બધા કાનૂની વિકલ્પ લેવાનો નિર્દેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા ગેંગરેપ-મર્ડર કેસમાં દિલ્લી હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે દોષિતોને એક અઠવાડિયાની અંદર બધા કાનૂની વિકલ્પ લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે એક અઠવાડિયામાં બધા દોષિત પોતાની લીગલ રેમિડીઝ લઈ લે. કોર્ટે કહ્યુ, હાઈકોર્ટની અરજીનો ઉકેલ હાઈકોર્ટમાં જ કરવામાં આવે. કોર્ટના આ ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયુ કે નિર્ભયાના દોષિતોને હવે જલ્દી ફાંસી થઈ શકશે.

એક સાથે ફાંસી થશે

એક સાથે ફાંસી થશે

કોર્ટે કહ્યુ કે ચારે દોષિતોને એક સાથે ફાંસી થશે. દિલ્લી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અરજી ફગાવી છે. દિલ્લી હાઈકોર્ટે કહ્યુ છે કે ચારે સામે અલગ અલગ ડેથ વોરન્ટ જારી ન કરી શકાય. કેસની સુનાવણી દરમિયાન બે ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારના વકીલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને એ પણ કહ્યુ હતુ કે નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં દોષી કાયદા હેઠળ મળેલી સજાના અમલમાં વિલંબ કરવાની સુનિયોજિત ચાલ ચાલી રહ્યા છે.

દોષિતોના વકીલે વ્યક્ત કર્યો વાંધો

વળી, દોષિતોના વકીલ એપી સિંહ અને દોષી મુકેશના વકીલ રેબેકે જૉને કેન્દ્ર સરકારની અરજી પર વાંધો વ્યક્ત કર્યો હતો. રેબેકા જૉને કહ્યુ હતુ કે દોષી મુકેશની અરજી સુપ્રીમ કોર્ટે વિલંબના આધારે નહિ પરંતુ મેરિટના આધારે ફગાવી છે.

નિર્ભયા કેસ પર એક નજર

નિર્ભયા કેસ પર એક નજર

તમને જણાવી દઈએ કે 16 ડિસેમ્બરની રાતે 23 વર્ષની એક પેરામેડીકલ સ્ટુડન્ટ પોતાના દોસ્ત સાથે દક્ષિણ દિલ્લીના મુનિરકા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર ઉભી હતી. બંને ફિલ્મ જોઈને ઘરે પાછા આવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન તે ત્યાંથી પસાર થઈ રહેલી એક પ્રાઈવેટ બસમાં બેસી ગયા. આ ચાલતી બસમાં એક સગીર સહિત છ લોકોએ યુવતી સાથે બર્બરતાથી મારપીટ અને ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ તેમણે પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને સારા ઈલાજ માટે વિદેશ મોકલવામાં આવી હતી જ્યાં તેનુ મોત થઈ ગયુ હતુ.

આ પણ વાંચોઃ VIDEO: વરરાજાને સરપ્રાઈઝ આપવા નવવધુએ આ રીતે ડાંસ કરીને લીધી એન્ટ્રીઆ પણ વાંચોઃ VIDEO: વરરાજાને સરપ્રાઈઝ આપવા નવવધુએ આ રીતે ડાંસ કરીને લીધી એન્ટ્રી

English summary
Nirbhaya Case: Delhi High Court gives all 4 convicts one week to resort to all legal remedies available to them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X