ફાંસીના 7 દિવસ પહેલા કેવી છે નિર્ભયાના દોષિતોની હાલત, મેડીકલ રિપોર્ટમાં શું આવ્યુ

તિહાર જેલમાં બંધ ચારે દોષિતોની હાલત વિશે ફાંસીના બરાબર એક અઠવાડિયા પહેલા મોટી માહિતી સામે આવી છે.

દિલ્લીના વસંત વિહાર ગેંગરેપ અને મર્ડર કેસમાં નિર્ભયાના દોષિતોની ફાંસીમાં હવે માત્ર એક અઠવાડિયુ જ બાકી છે. કોર્ટમાંથી જારી ડેથ વોરન્ટ મુજબ ચારે દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. તિહાર જેલના સૂત્રો મુજબ નિર્ભયાના દોષિતો સામે ડેથ વોરન્ટ જારી થયા બાદ જેલ પ્રશાસન અત્યાર સુધીમાં ત્રણ વાર ફાંસીની ડમી ટ્રાયલ કરી ચૂક્યુ છે. તિહાર જેલ પ્રશાસને નિર્ભયાના ચારે દોષિતોને ફાંસી આપતા પહેલા તેમની અંતિમ ઈચ્છા પણ પૂછી છે જેના પર હજુ સુધી ચારેએ કોઈ જવાબ આપ્યો નથી. આ દરમિયાન તિહાર જેલમાં બંધ ચારે દોષિતોની હાલત વિશે ફાંસીના બરાબર એક અઠવાડિયા પહેલા મોટી માહિતી સામે આવી છે.

ઘણા ચિંતામાં છે ચારે દોષી

ઘણા ચિંતામાં છે ચારે દોષી

ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ નિર્ભયાના ચારે દોષી ડેથ વોરન્ટ જારી થયા બાદથી ઘણા ચિંતામાં છે અને ખૂબ જ ઓછુ જમી રહ્યા છે. તિહાર જેલના અધિકારીઓનુ કહેવુ છે કે ચારે દોષિતોનુ રોજ મેડીકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી દોષિતોનો મેડીકલ રિપોર્ટ નોર્મલ છે. જેલ અધિકારીઓના જણાવ્યા મુજબ દોષિતોએ અત્યાર સુધી પોતાની અંતિમ ઈચ્છા નથી જણાવી માટે જેલ પ્રશાસન ચારે દોષિતોના પરિવારને અઠવાડિયામાં બે વાર મળવાની અનુમતિ આપી છે.

24 કલાક બે ગાર્ડ રાખે છે દોષી પર નજર

24 કલાક બે ગાર્ડ રાખે છે દોષી પર નજર

તિહાર જેલના અધિકારીનુ કહેવુ છે કે નિર્ભયાના દોષિતોને એ પણ પૂછવામાં આવી ચૂક્યુ છે કે જો તેમના નામ પર કોઈ સંપત્તિ હોય તો શું તે તેને કોઈના નામે કરવા ઈચ્છે છે પરંતુ તેમણે હજુ સુધી આનો કોઈ જવાબ આપ્યો નથી. નિર્ભયાના ચારે દોષિતોને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે અને દરેક સેલની બહાર ઓછામાં ઓછા બે સુરક્ષાકર્મી શિફ્ટના આધારે 24 કલાક તેમના પર નજર રાખે છે. વિનય અને મુકેશની ક્યુરેટિવ પિટિશન અને મુકેશ તરફથી મોકલવામાં આવેલી દયા અરજી ફગાવી દીધા બાદ અત્યાર સુધીમાં કોઈ પણ દોષી તરફથી કોઈ ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી નથી.

ડેથ વોરન્ટ જારી કરનાર જજની ટ્રાન્સફર

ડેથ વોરન્ટ જારી કરનાર જજની ટ્રાન્સફર

વળી, ગુરુવારે નિર્ભયાના ચારે દોષિતો સામે ડેથ વોરન્ટ જારી કરનાર જજની ટ્રાન્સફર થઈ ગઈ છે. ડેથ વોરન્ટ જારી કરનાર અધિક સત્ર ન્યાયાધીશ સતીષ કુમાર અરોરાને એક વર્ષ માટે ડેપ્યુટેશનના આધારે અધિક રજિસ્ટ્રાર તરીકે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવ્યા છે. પોતાની ટ્રાન્સફર પહેલા જસ્ટીસ સતીષ અરોરા નિર્ભયા રેપ અને મર્ડર કેસની પણ સુનાવણી કહી રહ્યા હતી. જસ્ટીસ સતીશ અરોરા નિર્ભયાના ચારે દષિતોને વહેલી તકે ફાંસી આપવાની નિર્ભયાના માતાપિતાની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. આ અરજીની સુનાવણી દરમિયાન સરકારે પણ દોષિતો સામે ડેથ વોરન્ટ જારી કરવા માટે અરજી દાખલ કરી હતી.

એક દોષીની દયા અરજી ફગાવી દેવાઈ

એક દોષીની દયા અરજી ફગાવી દેવાઈ

ઉલ્લેખનીય છે કે ડેથ વોરન્ટ જારી થયા બાદ નિર્ભયાના દોષિતો તરફથી સતત ફાંસીમાં વિલંબ કરવાની કોશિશો કરવામાં આવી રહી છે. ડેથ વોરન્ટ જારી થયા બાદ નિર્ભયાના ચારે દોષિતોમાંથી મુકેશ અને વિનયે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી. ત્યારબાદ દોષી મુકેશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયા અરજી દાખલ કરી, જેને ફગાવી દેવામાં આવી. દયા અરજી ફગાવી દેવાયા બાદ દોષી પવને સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલલીવ પિટિશન દાખલ કરીને કહ્યુ કે ઘટના સમયે તે સગીર હતો જેને કોર્ટે ફગાવી દીધુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X