દિલ્લી ગેંગરેપ મર્ડરઃ 7 વર્ષ બાદ હવે ક્યાં છે નિર્ભયાનો દોસ્ત? પિતાએ શું કહ્યુ?
સુપ્રીમ કોર્ટમાં નિર્ભયા ગેંગરેપના દોષીતોમાંથી એક અક્ષય કુમાર સિંહની પુનર્વિચાર અરજી ફગાવી દેવામાં આવી છે. અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ કેસની તપાસ યોગ્ય થઈ છે અને એમાં કોઈ ઉણપ નથી. કોર્ટે કહ્યુ કે મોતની સજા પર દોષીને બચાવનો પૂરો મોકો આપવામાં આવ્યો છે. સાત વર્ષ પહેલા ગેંગરેપ-હત્યાની હ્રદય કંપાવી દેતા કેસમાં ચાર દોષીતોમાંથી એક અક્ષયે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. દોષીના વકીલે આ કેસમાં એકમાત્ર સાક્ષી અને નિર્ભયાના દોસ્ત અવનીન્દ્ર પાંડેયના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જો કે કોર્ટે તેની બધી દલીલો ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે અવનીંદ્ર ઘટના સમયે સ્થળ પર જ હતો અને હેવાનોએ તેને પણ જોરદાર માર્યો હતો.

એક ગુમનામ જિંદગી જીવી રહ્યો છે અવનીંદ્ર
16 ડિસેમ્બર, 2012ના રોજ ઘટનાવાળી રાતે હેવાનોએ અવનીંદ્રને પણ માર્યો હતો અને નિર્ભયા સાથે બસની નીચે ફેંકી દીધો હતો. અવનીંદ્ર હાલમાં ક્યાં છે, એ દરેક જણ જાણવા ઈચ્છે છે પરંતુ તેના વિશે કોઈ માહિતી નથી. તેના પરિવારના લોકો નથી ઈચ્છતા કે અવનીંદ્ર વિશે કોઈ માહિતી આપે. કહેવાય છે કે અવનીંદ્ર હવે એક ગુમનામ જિંદગી જીવી રહ્યો છે.

અવનીંદ્ર બીજી જિંદગી જીવી રહ્યો છેઃ પિતા
અમર ઉજાલાના સમાચાર મુજબ અવનીંદ્રના પિતા ભાનુ પ્રતાપ પાંડેએ કહ્યુ કે નિર્ભયા સાથે હેવાનિયતને સાત વર્ષ થઈ ગયા છે, હવે તેમનો દીકરો અવનીંદ્ર બીજી જિંદગી જીવી રહ્યો છે. તેના પિતા કહે છે કે અવનીંદ્ર આ દૂર્ઘટના બાદ આગળ નહોતો વધી શકતો. દિલ્લી કે ગોરખપુરમાં રહેવા પર તે કંઈ વિચારી નહતો શકતો કારણકે તેને ઘણા બધા સવાલો પૂછવામાં આવી ચૂક્યા છે. પિતાએ જણાવ્યુ કે અવનીંદ્ર હાલમાં એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે વિદેશમાં કામ કરી રહ્યો છે.

અવનીંદ્રને નિર્ભયાને બચાવીન શકવાનો અફસોસઃ પિતા
પિતા કહે છે કે નિર્ભયાના દોષી હેવાનોને ફાંસીની સજા યથાવત રહી, તે પણ એ જ ઈચ્છે છે. અવનીંદ્રને આ વાતનો હંમેશા અફસોસ રહે છે કે તે નિર્ભયાને બચાવી ન શક્યો, કદાચ તેના દિલમાં હર પળ અપરાધ બોધ રહે છે કે દિલ્લી જો પહેલા જાગી ગઈ હોત તો બે નિર્ભયા જીવતી હોત અને આપણી સૌની વચ્ચે હોત. તમને જણાવી દઈએ કે નિર્ભયા સાથે સાત વર્ષ પહેલા દિલ્લીમાં ચાલતી બસમાં 6 હેવાનોએ ગેંગરેપ કર્યો હતો અને તેના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડની રૉડથી આઘાત કર્યો હતો. ત્યારબાદ હેવાનોએ નિર્ભયા અને તેના દોસ્તને બસમાંથી નીચે ફેંકી દીધા હતા.

સાત વર્ષ પહેલા નિર્ભયા સાથે થઈ હતી હેવાનિયત
પટિયાલા હાઉસ કોર્ટમાં આ કેસ સાથે જોડાયેલી એક અન્ય અરજી પર સુનાવણી થઈ. કોર્ટે આ દરમિયાન તિહાર જેલ પ્રશાસનને નિર્દેશ આપ્યા કે તે દોષિતોને એક નવી નોટિસ મોકલીને પૂછે કે તે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલવા ઈચ્છે છે. અદાલતમાં આ કેસમાં હવે આગામી સુનાવણી 7 જાન્યુઆરીએ થશે. કોર્ટના નિર્દેશ અનુસાર જારી કરાનાર નવા નોટિસમાં દોષિતોને એક સપ્તાહનો સમય આપવામાં આવશે.