Nirbhaya Case: નિર્ભયાના ગુનેગારોએ હજુ સુધી અંતિમ ઈચ્છા નથી જણાવી
Nirbhaya Case: નિર્ભયાના ગુનેગારોએ હજુ સુધી અંતિમ ઈચ્છા નથી જણાવી
નવી દિલ્હીઃ નિર્ભયા મામલામા દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ ડેથ વોરન્ટ મુજબ આગામી 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે દિલ્હીની તિહાર જેલ સંખ્યા-3માં ચારેય દોષિતોને ફાંસી આપવામાં આવશે. આના માટે જેલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ગુનેગારોને ફાંસી પર લટકાવવા માટે 30 જાન્યુઆરીએ જલ્લાદ પવન મેરઠથી આવી રહ્યા છે, ફાંસી આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અહેવાલ મુજબ જેલ પ્રશાસને ફાંસી માટે નિર્ધારિત નિયમો મુજબ નિર્ભયાના ગુનેગારોને આ દરમિયાન અંતિમ ઈચ્છા પૂછી છે.

હજી સુધી અંતિમ ઈચ્છા નથી જણાવી
પરંતુ મીડિયા સૂત્રો મુજબ ચારેય દોષિત અક્ષય સિંહ ઠાકોર, મુકેશ કુમાર સિંહ, વિનય કુમાર શર્મા અને પવન ગુપ્તામાંથી કોઈએ પોતાની અંતિમ ઈચ્છાને લઈ કોઈ ઉલ્લેખ કર્યો નથી, અને આ ચારેયમાંથી એકેય આરોપીએ પોતાની સંપત્તિની વહેંચણીને લઈને પણ કોઈ વાત નથી કહી.

નિર્ભયાની મા નિરાશ થઈ
ઉલ્લેખનીય છે કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયાની માની અપીલ પર 18 ડિસેમ્બરે ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરન્ટ જાહેર કર્યો હતો, પરંતુ ચારેય દોષિતોમાંથી એક દોષિત મુકેશની રાષ્ટ્રપતિ પાસે મોકલાયેલ દયા અરજીને કારણે કોર્ટે ફાંસી પર લટકાવવાની તારીખ 22થી આગળ વધારી 1 ફેબ્રુઆરી કરી દીધી, જેના પર નિર્ભયાની માતાએ નિરાશા વ્યક્ત કરી હતી.

એક દોષીનું મોત
ઉલ્લેખનીય છે કે નિર્ભયા ગેંગરેપ મામલે છ દોષિતોમાંથી એકનું જેલમાં જ મોત થઈ ગયું છે, જ્યારે એક સગીર દોષી સજા કાપી જેલથી બહાર આવી ચૂક્યો છે, 16 ડિસેમ્બર 2012ની રાતે થયેલ આ બર્બર ઘટનાથી દેશ સ્તબ્ધ રહી ગયો હતો, જટિલ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ હવે આ મામલો પોતાના અંજામ સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
