Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફાંસી પર બોલી નિર્ભયાની મા- દીકરાઓને સીખવવું પડશે, આવું કરશો તો આવો જ ઈંસાફ મળશે

ફાંસી પર બોલી નિર્ભયાની મા- દીકરાઓને સીખવવું પડશે, આવું કરશો તો આવો જ ઈંસાફ મળશે

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિતોને 20 માર્ચે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી છે. સાત વર્ષ બાદ મળેલા ઈંસાફ બાદ નિર્ભયાની માએ કહ્યું કે, 'આજનો દિવસ આપણી દીકરીઓના નામે, આપણા મહિલાઓ માટે... મોડે જ ભલે પરંતુ આખરે ન્યાય મળ્યો.. આપણી ન્યાયિક વ્યવસ્થા, અદાલતોનો આભાર. જે કેસમાં જેવી રીતે એક એક પિટિશન નાખવામાં આવી. આપણી કાનૂનની કમીઓ સામે આવી અને આજે તે સંવિધાન પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ ફરી એકવાર આપણો વિશ્વાસ આપણા દેશની બાળકીઓને ઈંસાફ મળ્યો. અમારી દીકરી આ દુનિયામાં નહિ આવે, નિર્ભયાને ઈંસાફ મળ્યો, પરંતુ આગળ પણ આ લડાઈ ચાલુ રાખશે. આગળ પણ લડતા રહેશે જેથી કોઈ નિર્ભયા કેસ ના બને.'

nirbhaya case

નિર્ભયાની માએ આગળ કહ્યું, આ ફાંસી બાદ આપણા દીકરાઓને સીખવવું પડશે કે આવું કરશો તો આવો જ ઈંસાફ મળશે. મેં મારી દીકરીની તસવીર સામે રાખીને મનમાં જ તેની જોડે વાત કરી. આજનો દિવસ કેવી રીતે વિતાવશો તે સવાલ પર નિર્ભયાની માએ કહ્યું કે, જશ્ન મનાવશું કે કંઈ ખુશી મનાવશું તેવું નથી વિચાર્યું. જે બાળકીએ તડપી તડપીને જીવ ત્યાગ્યો તેને આજે ન્યાય મળ્યો.

દીકરીને યાદ કરવાને લઈ નિર્ભયાની માએ કહ્યું, 'મને મારી દીકરી પર ગર્વ છે કે તેના નામથી દેશે સલામ કર્યું. આ હંમેશા દુખ રહેશે કે આજે તે હોત તો ડૉક્ટરના નામે ઓળખાતી હોત, પરંતુ હવે હું નિર્ભયાની માના નામે ઓળખાવ છું. હું બધા પરિવારોને કહેવા માંગું છું કે આવું કંઈ થાય તો તેમને સપોર્ટ કરો અને તેમનો સાથ આપો અને હેવાનોને ફાંસી સુધી પહોંચાડો. અમે જલદી જ એક પિટિશન નાખશું, જેમાં પ્રક્રિયાને સુધારવાની માંગણઈ કરવામાં આવશે. જેથી લોકોએ આ કાનૂની પ્રક્રિયાથી પસાર ના થવું પડે. જેમાં એક સાથે જ ન્યાય મળે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X