For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવાસી મજૂરો માટે 2 મહિના સુધી મફત રાશન, 1 વર્ષ માટે વન નેશન વન રાશન કાર્ડ જારી

20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે એક મોટુ એલાન કર્યુ.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે થમી ગયેલી દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ઘોષિત કરવામાં આવેલ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે એક મોટુ એલાન કર્યુ. નિર્મલા સીતારમણે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે આ પેકેજમાં સરકારે આઠ કરોડ પ્રવાસી મજૂરો માટે 35 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જે હેઠળ આગલા બે મહિના સુધી બધા પ્રવાસી મજૂરોને મફતમાં રાશન પૂરુ પાડવામાં આવશે. આ યોજનાને સાકાર કરવા માટે સરકાર એક વર્ષ માટે વન નેશન વન રાશન કાર્ડ પણ જારી કરશે.

કાર્ડ ન હોય તેમને પણ મળશે રાશન

કાર્ડ ન હોય તેમને પણ મળશે રાશન

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યુ, અલગ અલગ રાજ્યોના પ્રવાસી મજૂરો માટે સરકાર ચિંતિત છે અને તે માને છે કે આ સમયે તેમને વધુ જરૂર રાશનની છે એટલા માટે સરકારે પ્રવાસી મજૂરોને આગલા બે મહિના સુધી મફતમાં રાશન આપવાનો નિર્ણય કર્યો છે. જે પ્રવાસી મજૂરો પાસે રાશન કાર્ડ છે તેમને પહેલાની જેમ રાશન મળતુ રહેશે. આ ઉપરાંત જેમની પાસે રાશન કાર્ડ નથી તેમને પાંચ કિલો ઘઉ-ચોખા પ્રતિ વ્યક્તિ અને એક કિલો ચણા બે મહિના માટે મફતમાં આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર ઉઠાવશે યોજનાનો પૂરો ખર્ચ

કેન્દ્ર સરકાર ઉઠાવશે યોજનાનો પૂરો ખર્ચ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ, 'હાલમાં પ્રવાસી મજૂર કોઈ પણ રાજ્યનુ રાશનકાર્ડ બતાવીને ક્યાંયથી પણ રાશન લઈ શકશે. આ ઉપરાંત સરકાર બહુ જલ્દી વન નેશન વન કાર્ડ લઈને આવશે. વન નેશન વન કાર્ડની સમય માર્ચ 2021 સુધી હશે. પ્રવાસી મજૂરો માટે લાગુ કરવામાં આવેલી આ યોજનાનો પૂરો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. રાજ્ય સરકારોની ઉપર આ યોજનાે લાગુ કરવા, પ્રવાસી મજૂરોની ઓળખ કરવા, રાશનના પૂર્ણ વિતરણ અને વિસ્તૃત ગાઈડલાઈન જારી કરવાની જવાબદારી હશે.'

દરેક રાજ્યમાં લાગુ થશે 'વન નેશન વન રાશન કાર્ડ'

દરેક રાજ્યમાં લાગુ થશે 'વન નેશન વન રાશન કાર્ડ'

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યુ, 'કેન્દ્ર સરકાર તરફથી 'વન નેશન વન રાશન કાર્ડ' દરેક રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ કાર્ડ દ્વારા કોઈ પણ પ્રવાસી મજૂર સરકારી સસ્તા ગલ્લાની દુકાનથી રાશન લાવી શકશે. ઓગસ્ટ 2020 સુધી પીડીએસની 83 ટકા વસ્તીવળા 23 રાજ્યોમાં 67 કરોડ લાભાર્થીઓને રાષ્ટ્રીય પૉર્ટેબિલિટી દ્વારા આ યોજના હેઠળ કવર કરવામાં આવશે. માર્ચ 2021 સુધી 100 ટકા રાષ્ટ્રીય પૉર્ટેબિલિટી મેળવી લેવામાં આવશે.'

આત્મ નિર્ભર ભારત પેકેજઃ શહેરી ગરીબો માટે 11,000 કરોડ રૂપિયાની મદદનુ એલાનઆત્મ નિર્ભર ભારત પેકેજઃ શહેરી ગરીબો માટે 11,000 કરોડ રૂપિયાની મદદનુ એલાન

English summary
Nirmala Sitharaman Big Announcement: Free Food Grain Supply To Migrant Labourers For 2 Months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X