For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહના નિવેદન પર નિર્મલા સીતારમણે કહ્યુ, તમારી પાસે આવી આશા નહોતી, દેશને નબળો પાડ્યો

પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહે જે રીતે મોદી સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવીને તેમના પર જોરદાર હુમલો કર્યો હતો તેના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહે જે રીતે મોદી સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવીને તેમના પર જોરદાર હુમલો કર્યો હતો તેના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે પલટવાર કર્યો છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે યુપીએ સરકાર દરમિયાન મનમોહન સિંહે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવા માટે પૂરતા પગલાં નહોતા લીધા. મનમોહન સિંહ ભારતને પાછુ ધકેલવાની કોશિશ કરી રહ્યા છે જ્યારે દેશ દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસથામાંનાનો એક છે. મનમોહન સિંહના નિવેદન પર દુઃખ વ્યક્ત કરીને નિર્મલા સીતારમણે કહ્યુ કે આ મને તકલીફ આપે છે, તેમનુ આપેલુ નિવેદન ચૂંટણીના કારણે છે જેના દ્વારા તેમણે દેશને પાછો ધકેલવાની કોશિશ કરી છે.

nirmala sitharaman

નોંધનીય વાત છે કે એક વીડિયો સંદેશ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે મોદી સરકાર પર હુમલો કરીને કહ્યુ હતુ કે મોદી સરકારને આર્થિક નીતિની કોઈ સમજ નથી. અમીર લોકો વધુને વધુ અમીર બની રહ્યા છે જ્યારે ગરીબો વધુને વધુ ગરીબ બની રહ્યા છે. આ સરકાર 7 વર્ષતી સત્તામાં છે પરંતુ પોતાની ભૂલ માનવાના બદલે આ લોકો હજુ પણ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને બધી સમસ્યાઓ માટે જવાબદાર ગણાવે છે. મહત્વની વાત એ છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનુ નિવેદન પંજાબ વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા આવ્યુ છે જેના કારણે તેમના આ નિવેદનને રાજનીતિ સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી થવાની છે.

પૂર્વ પ્રધાનમંત્રીના આ નિવેદન પર પલટવાર કરીને નિર્મલા સીતારમણે કહ્યુ કે હું તમારુ સમ્માન કરુ છુ પરંતુ તમારી પાસે આવી આશા નહોતી. મનમોહન સિંહ પર હુમલો કરીને નિર્મલાએ કહ્યુ કે એક એવા પ્રધાનમંત્રી જેમણે ભારતની અર્થવ્યવસ્થાને દુનિયાની પાંચ સૌથી નાજુક અર્થવ્યવસ્થા બનાવવા માટે યાદ કરવામાં આવે છે. ભારતને ઉથલ-પાથલવાળી અર્થવ્યવસ્થા તરીકે યાદ કરવામાં આવતી હતી, એક એવા પ્રધાનમંત્રી જેમણે દેશના પૈસાને બહાર જતા જોયા, આપણો વિદેશી મુદ્રા કોષ 275 બિલિયન ડૉલર હતો કે જે હવે 630 બિલિયન ડૉલર છે. છેવટે આવા પીએમ હવે દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપી રહ્યા છે, શું આ બધુ પંજાબ ચૂંટણી માટે છે.

English summary
Nirmala Sitharaman hits back on Manmohan Singh says it hurts me.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X