For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેબિનેટ મંત્રી નિર્મલા સીતારમણઃ સેલ્સ ગર્લથી કેન્દ્રીય મંત્રી સુધીની સફર

કેબિનેટ મંત્રી નિર્મલા સીતારમણઃ સેલ્સ ગર્લથી કેન્દ્રીય મંત્રી સુધીની સફર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં જીત હાંસલ કર્યા બાદ આજે પીએમ મોદી પોતાના કેબિનેટ મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કરી રહ્યા છે. આ સમારોહમાં 6000થી પણ વધુ મહેમાનો સામેલ થયા છે. શપથ ગ્રહણ સમારો પહેલા મોદી કેબિનેટના મંત્રીઓના નામ નક્કી કરી લેવામાં આવ્યાં છે. આ નામોમાં એક નામ નિર્મલા સીતારમણનું પણ છે. ગત સરકારમાં રક્ષા મંત્રીની કમાન સંભાળનાર નિર્મલા સીતારમણને ફરી એકવાર મોદી સરકારમાં જગ્યા આપવામાં આવી છે.

નિર્મલા સીતારમણ એક સશક્ત મહિલા

નિર્મલા સીતારમણ એક સશક્ત મહિલા

નરેન્દ્ર મોદીની નવી સરકારમાં ભાજપના વરિષ્ઠ નેતા નિર્મલા સીતારમણને ફરી એકવાર સામેલ કરવામાં આવ્યાં છે. નિર્મલા સીતારમણ પાર્ટીના એવા નેતાઓમાંથી એક છે, જેમણે ઓછા સમયમાં એક અલગ જ મુકામ હાંસલ કરી લીધો છે. 2014ની મોદી સરકારમાં નિર્મલા સીતારમણે સશક્ત રક્ષા મંત્રીનું દાયિત્વ નિભાવ્યું. તેમણે આકરા પડકારોનો સામનો કર્યો.

સેલ્સ ગર્લથી રક્ષા મંત્રી સુધીની સફર

સેલ્સ ગર્લથી રક્ષા મંત્રી સુધીની સફર

નિર્મલા સીતારમણે જેએનયૂથી ઈકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. તેમના પિતા ભારતીય રેલવેમાં કાર્યરત રહ્યા, જેના કારણે તેઓ વિવિધ શહેરમાં ફરતાં રહ્યાં. હિંદુસ્તાન ટાઈમ્સ મુજબ તેમના લગ્ન ડૉક્ટર પરાકાલા પ્રભાકર સાથે થયાં. અભ્યાસ માટે તેમના પતિ લંડન ચાલ્યા ગયા, જેમની સાથે નિર્મલા સિતારમણ પણ લંડન રહેવા લાગ્યાં. ત્યાં એક હોમ સ્ટોરમાં તેમણે સેલ્સગર્લ તરીકે પણ કામ કર્યું. જે બાદ તેઓ સીનિયર મેનેજર બની ગયાં. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજનીતિમાં આવતા પહેલા તેમણે યૂકેની એગ્રીકલ્ચરલ એન્જીનિયરિંગ એસોસિએશનમાં આસિસ્ટન્ટ તરીકે અને પ્રાઈસવાટરહાઉસ કૂપર્સમાં સીનિયર મેનેજર તરીકે કામ કર્યું.

રાજનીતિમાં એન્ટ્રી

રાજનીતિમાં એન્ટ્રી

વર્ષ 2003થી 2005 સુધી તેઓ નેશનલ કમીશન ફૉર વુમનના સભ્ય રહ્યાં. તેઓ એક સારા વક્તા અને પોતાની વાતોને પ્રમુખતાથી રાખતા જાણે છે. તેમણે ભાજપના પ્રવક્તાના રૂપમાં સારું કામ કર્યું, જે બાદ વર્ષ 2014માં મોદી સરકાર બન્યા બાદ તેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યાં છે. સપ્ટેમ્બર 2017માં સીતારમણને રક્ષામંત્રીનો પ્રભાર સોંપવામાં આવ્યો. તેમના નામને લઈ પીએમ મોદીની સાથોસાથ વિરોધીઓએ પણ તેમના વખાણ કર્યાં. હવે ફરી એકવાર તેમણે મોદી કેબિનેટમાં મહત્વની જગ્યા મેળવી લીધી છે.

11 વર્ષમાં સફળતાના શીખર પર

11 વર્ષમાં સફળતાના શીખર પર

તમિલનાડુના એક સાધારણ પરિવારમાંથી આવતા નિર્મલાના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. 18 ઓગસ્ટ 1959ના રોજ જન્ેમલ નિર્મલા ઘરની લાડકી દીકરી હતાં. મા હાઉસ વાઈફ હતાં. પિતાની નોકરીમાં વારંવાર ટ્રાન્સફર થતું રહેતું હતું, જેના કારણે તેઓ તમિલનાડુના કેટલાય ભાગમાં રહ્યાં છે. તેમણે પોતાના સફરને ક્યારેય અટકવા ન દીધો અને ભાજપમાં એક સાધારણ કાર્યકર્તાથી દેશની બીજી રક્ષામંત્રીનો સફર 11 વર્ષમાં ખેડ્યો.

મોદીએ પીએમ પદના શપથ લીધા, બન્યા દેશના 15મા વડાપ્રધાન, જુઓ તસવીરોમોદીએ પીએમ પદના શપથ લીધા, બન્યા દેશના 15મા વડાપ્રધાન, જુઓ તસવીરો

English summary
nirmala sitaraman's journey from sales girl to defense minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X