નિતિન ગડકરીની પાકને ચેતવણી, આતંકવાદ ન છોડ્યો તો રોકી દઈશુ નદીઓનું પાણી
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક વાર ફરીથી પાકિસ્તાનને આતંકવાદ માટે ખુલ્લી ચેતવણી આપી છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક વાર ફરીથી પાકિસ્તાનને આતંકવાદ માટે ખુલ્લી ચેતવણી આપી છે. નિતિન ગડકરીએ બુધવારે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યુ કે જો પાકિસ્તાન આતંકવાદનું સમર્થન ચાલુ રાખશે તો ભારત નદીઓનું પાણી રોકવામાં બિલકુલ સંકોચ નહિ કરે. તેમણે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર પહેલેથી જ ભારતમાંથી પાકિસ્તાન જતી નદીઓનું પાણી રોકવાની યોજના બનાવી રહ્યુ છે એવામાં જો પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરવાનું ચાલુ રાખશે તો અમે પાકિસ્તાનમાં ભારતની નદીઓનું પાણી જવા દેવામાં બિલકુલ સંકોચ નહિ કરીએ.

ગડકરીએ આ નિવેદન અમૃતસરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હરદીપ પુરી માટે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને સંબોધિત કરીને કહ્યુ. ગડકરીએ કહ્યુ કે સરકાર પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં છ ડેમ બનાવવાની યોજના બનાવી રહ્યુ છે. આમ કર્યા બાદ પાણીની બહુ મોટી સમસ્યાનું સમાધાન થઈ જશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960થી જળ સંધિ છે જેનો આધાર બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સ્થિતિ છે. પરંતુ જો પાકિસ્તાનનો વર્તમાન આતંકવાદનો ચહેરો નહિ બદલાય તો એવી પરિસ્થિતિમાં ભારત પાકિસ્તાનમાં જતા પાણીને રોકવામાં બહુ વધારે વિચાર નહિ કરે.
નિતિન ગડકરીએ કહ્યુ કે આ નદીઓનું વધારાનું પાણી પંજાબ, હરિયાણાને આપવામાં આવશે, જ્યાં ખેતી માટે પાણીની સમસ્યાનું સમાધાન થશે. ભાજપની આગેવાનીમાં એનડીએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા નિતિન ગડકરીએ જણાવ્યુ કે મોદી સરકારે છેલ્લા પાંચ વર્ષાં એટલુ કામ કર્યુ છે કે જે છેલ્લા પાંચ દશકમાં નથી થયુ. તેમણે કહ્યુ કે સરકાર ડબલ ડેકર બસ સેવા છ શહેરોમાં શરૂ કરવાની યોજના બનાવી રહી હતી, આ બસ સેવા અમૃતસર સહિત છ શહેરોમાં શરૂ થશે. એટલુ જ નહિ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર દિલ્લી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે બનાવવાની પણ યોજના બનાવી રહી છે કે જે અમૃતસરથી દિલ્લી વચ્ચેની મુસાફરીમાં લાગતા સમયને ચાર કલાક સુધી ઘટાડી દેશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
