For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની માંગને નીતિશનું સમર્થન, ‘વાજપાયીને મળે ભારત રત્ન’

|
Google Oneindia Gujarati News

પટણા, 18 નવેમ્બરઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સોમવારે પોતાની પાર્ટીના સાંસદ શિવાનંદ તિવારી દ્વારા ક્રિકેટર સચિન તેંડુલકરને દેશનો સર્વોચ્ચ સન્મન ભારત રત્ન આપવાની ઘોષણા પર પ્રશ્ન ઉઠાવતા નિવદેનને વ્યક્તિગત ગણાવ્યો છે. તેમણે જો કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી, કર્પૂરી ઠાકુર અને મહાન ચિંતક રામ મનોહર લોહિયાને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. પટણામાં પત્રકારો દ્વારા ભાજપ નેતાઓ તરફતી વાજપાયીને ભારત રત્ન આપવામા આવે તેવી માંગ અંગે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે, માંગ કરવામાં શું વાંધો છે? લોકતંત્રમાં દરેક વ્યક્તિને પોતાની રાય રજુ કરવાનો અધિકાર છે.

nitish-kumar
તેમણે કહ્યું કે, વાજપાયી, કર્પૂરી ઠાકુર અને લોહિયા જેવા અનેક નામો છે, જેમને ભારત રત્ન મળવો જોઇએ. સાંસદ તિવાદી દ્વારા તેંડુલકરને ભારત રત્ન આપવાની ઘોષણા પર પ્રશ્ન ઉભો કરવા અંગે તેમણે કહ્યું કે, આ મુદ્દે બધા લોકોની અલગ-અલગ દ્રષ્ટિ હોય છે. કોઇ પાર્ટી અથવા સંગઠનની નજર આવા મુદ્દા પર નથી હોતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી સચિનનો પ્રશ્ન છે, તો ખેલના ક્ષેત્રમાં સચિને જે સ્થાન હાંસલ કર્યું છે, તેને જોઇને તેમને ભારત રત્ન આપવો એ સ્વાગત યોગ્ય પગલું છે.

નોંધનીય છે કે, આ પહેલા જેડીયુ નેતા અને સાંસદ તિવારીએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને ભારત રત્ન આપવા અંગે કરવામાં આવેલી ઘોષણા પર પ્રશ્નો ખડા કરતા કહ્યું કે, કરોડો રૂપિયા કમાનારા ખેલાડીને ભારત રત્ન આપવો જોઇએ નહીં. તિવારીએ એમ પણ કહ્યું કે, જે રીતે ભારત રત્નની માંગ થઇ રહી છે, મને લાગે છે કે, ભારત રત્ન આપવાની પરંપરા જ સમાપ્ત કરી દેવી જોઇએ.

English summary
Nitish backs BJP's demand of Bharat Ratna for Vajpayee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X