Nitish Kumar Death Threat : બિહારના મુખ્યમંત્રીને ગુજરાતમાંથી મળી ધમકી, બંને રાજ્યોની પોલીસ એલર્ટ
Nitish Kumar Death Threat : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ગુજરાતમાંથી ધમકી આપવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, નીતીશને મળેલી ધમકી બાદ બંને રાજ્યોની પોલીસ એલર્ટ થઈ ગઈ છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Nitish Kumar Death Threat : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને ગુજરાતના સુરત શહેરમાંથી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. નીતીશ કુમારને રાજનીતિ રૂપથી સફળ માનવામાં આવે છે. તાજેતરમાં નીતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય કર્યો હતો. નીતીશની વડાપ્રધાન પદની કથિત મહત્વકાંક્ષા અને તેમના બળવાખોર વલણ દેખાડતા લોકસભાની ચૂટણી 2024 ઘણું મહત્વનું માનવામાં આવે છે.

સુરતમાંથી ઝડપાયો આરોપી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, આરોપીને પટના પોલીસે ગુજરાત પોલીસની મદદથી ગુજરાતના સુરતથી પકડી પાડ્યો હતો.

નીતિશને વોટ્સએપ પર ધમકીઓ મળી
અહેવાલો અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને વોટ્સએપ મેસેજ મોકલીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

બિહાર પોલીસની ટીમ ગુજરાત પહોંચી
બિહાર પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવા પટનાથી પણ એક ટીમ સુરત પહોંચી છે.












Click it and Unblock the Notifications
