‘મિત્ર મુખ્યમંત્રી’નો મોદી પર પ્રહારઃ લાલ કિલ્લો એક સ્વપ્ન બની રહેશે
પટણા, 29 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ રવિવારે 27 ઓક્ટોબરના રોજ પટણાના ગાંધી મેદાનમાં વિશાળ ‘હુંકાર રેલી' સંબોધી હતી. જેમાં તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મિત્ર મુખ્યમંત્રી કહીંને સંબોધ્યા હતા અને તેમના પર વેધક પ્રહારો કર્યા હતા. આજે જેડીયુની ચિંતન શિબિર મળી રહી છે. જેમાં નીતિશ કુમારે પોતાનું મૌન તોડ્યુ છે અને નરેન્દ્ર મોદી પર વળતા પ્રહારો કર્યા છે.
તેમણે કહ્યું છે કે, જેડીયુ દ્વારા ગઠબંધન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તેના માટે ભાજપ જવાબદાર છે. નોંધનીય છે કે, આ ચિંતન શિબિરમાં બિહારના મુખ્યમંત્રી પહેલા જેડીયુના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારી દ્વારા નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરવામાં આવ્યા હતા, જેનો શિબિર દરમિયાન જોરદાર વિરોધ થયો હતો. તો ચાલો તસવીરો થકી જાણીએ કે શિબિર દરમિયાન નીતિશ કુમારે વધુમાં શું-શું કહ્યું છે.

હું પણ પછાત વર્ગમાંથી આવું છું
નીતિશ કુમારે કહ્યું કે, મને રેલવે સ્ટેશન પર ચા વેચવાનો અનુભવ નથી પરંતુ હું પણ પછાત વર્ગમાંથી આવું છું.

ભાજપની ભાષા લોકશાહીવાળી નથી
નીતિશ કુમારે કહ્યું કે, ભાજપ દ્વારા એગ્રેસિવ ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે.‘ચુન-ચુન કર વિરોધીઓને સાફ કરીશું' એ ભાષા લોકશાહીવાળી નથી.

તમારા ઉપકારની બડાઇ ના મારશો
નીતિશ કુમારે કહ્યું કે, આ કોઇ ભારતીય સંસ્કૃતિ નથી. તમે તમારા ઉપકારની બડાઇ મારશો નહીં. નીતિશ કુમારે આ નિવેદન ભાજપ દ્વારા રવિવારે કરવામાં આવેલા એ નિવેદનનો જવાબ હતો, જેમાં એવું કહેવા આવ્યું હતું કે, જેડીયુએ ભાજપના ઉપકારની કદર કરી નથી.

હુંકારમાં અહંકાર છે
તેમણે કહ્યું કે, તેમના હુંકારમાં અંહકાર છે. અમે જ્યારે એક હતા ત્યારે પણ તેઓ હુંકાર કરતા હતા. અને હવે તેઓ કહીં રહ્યાં છે કે, અમે તેમની સાથે છેડો ફાડી દીધો છે.

અમે બધાને સાથે લઇને જનારી વ્યક્તિની માંગ કરી હતી
તેમણે મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, અમે ભાજપને કહ્યું હતું કે એક એવા નેતાની પસંદગી કરે, જે બધાને સાથે લઇને આગળ વધે, એમા અમે શું ખોટું કહ્યું છે.

ભાજપ જણાવે અમે જેપીને ક્યારે છોડ્યા
નીતિશ કુમારે કહ્યું કે, ભાજપ જણાવે કે અમે જેપીને ક્યારે છોડ્યા? અમે ક્યારેય જેપી અને રામ મનોહર લોહિયા જેવા લોકો સાથે છેડ્યો ફાડ્યો નથી. નીતિશ કુમારે આ વાત મોદીને એ નિવેદનના સંદર્ભમાં કરી હતી, જેમાં મોદીએ કહ્યું હતું કે, જો નીતિશ કુમાર જેપીને છોડી શકતા હોય, તો ભાજપને પણ છોડી શકે છે.

અમે ક્યારેક એક ટેબલ પર સાથે બેઠાં નથી
મોદીએ કહ્યું હતું કે વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી એક બેઠકમાં હું અને બિહારના મિત્ર મુખ્યમંત્રી એક ટેબલ પર ભોજપન માટે બેઠાં હતા. જેના જવાબમાં નીતિશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં અમે બન્ને ક્યારેય પણ એકબીજા સાથે બેઠાં નથી.

શા માટે મોદી મીઠું બોલતા નથી?
નીતિશ કુમારે કહ્યું કે, મોદી શા માટે સહેલાયથી મીઠી ભાષાનો પ્રયોગ નથી કરી શકતા? એક વડાપ્રધાન પદના ઉમેદવાર ક્યારેય આવી તીખી ભાષાનો ઉપયોગ કરે નહીં.

નીતિશે ભાજપને ઇતિહાસ યાદ અપાવ્યો
નીતિશ કુમારે કહ્યું કે, તેઓ અમને જણાવે કે, સિકન્દર ક્યારે ગંગા પહોંચ્યા હતા. તેમણે ચંદ્રગુપ્તને ગુપ્ત વંશના કહ્યાં, જ્યારે તેઓ મોર્યવંશના સંસ્થાપક હતા.












Click it and Unblock the Notifications
