સત્તા ચિપકૂ નીતિશ કુમાર કરી રહ્યા છે વિધાયકોનો શિકાર: લાલુ

પટણા, 16 જૂન : રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદે શનિવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ચિપકૂ ગણાવતા કહ્યું કે નીતિશ કુમાર માત્ર સત્તાને વળગી રહેવા માગે છે. તેમણે નીતિશ પર વિધાયકોની ખરીદી કરવાનો આરોપ પણ લગાવ્યો.

પટણામાં પત્રકારો સાથેની ચર્ચા કરતા પોતાના જાણીતા અંદાજમાં તેમણે જણાવ્યું કે નીતિશ કુમાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા છે. તેમણે ત્યારે વિરોધ કેમ ના કર્યો જ્યારે તેઓ રેલ મંત્રી હતા. તેમણે આને નાટક ગણાવતા કહ્યું કે માત્ર મુસ્લીમ મત હાસલ કરવા માટે તેઓ આવું કરી રહ્યા છે.

લાલૂએ નીતિશને લાલચી, મતલબી અને સત્તાથી ચિપકૂ ગણાવતા કહ્યું કે ગુજરાતમાં જ્યારે ટ્રેનમાં ઘટના ઘટી તો તે સમયે શા માટે તપાસ ના કરાવી. તેમણે સ્પષ્ટ કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યૂનાઇટેડના ગઠબંધન તૂટવામાં રાજદની કોઇ ભૂમિકા નથી. તેમણે નીતિશને તકવાદી ગણાવતા કહ્યું કે તેઓ માત્ર મુસ્લીમ વોટ મેળવવા માટે મોદીના નામે ગઠબંધન તોડી રહ્યા છે. લાલુએ જણાવ્યું કે ગુજરાતના રમખાણ વખતે રામવિલાસ પાસવાન મંત્રીમંડળમાંથી હટી ગયા હતા, પરંતુ નીતિશ સત્તા સાથે વળગ્યા રહ્યા.

lalu

વિધાયકોનો શિકાર કરી રહ્યા છે નીતિશ

રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર રાજ્યમાં જનતા દળ યૂનાઇટેડ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે ભંગાણના સંકેતોને જોતા બીજી પાર્ટીના વિધાયકોનો શિકાર કરી રહ્યા છે. રાજદ પ્રમુખે નીતિશ કુમાર પર અવિશ્વાસી હોવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ મુસ્લીમ મતદાતાઓને આકર્ષિત કરવા માટે ભાજપા સાથે સંબંધ તોડી રહ્યા છે.

લાલુએ જણાવ્યું કે નીતિશ કુમાર વિશ્વાસને લાયક નથી તેઓ નરેન્દ્ર મોદીનો વિરોધ મુસ્લીમ મતદાતાઓને આકર્ષિત કરવા કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવ્યા બાદ જેડીયૂ અને ભાજપાની વચ્ચેના ભંગાણની બાબતો સામે આવવા લાગી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X