For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધારા 370 હટાવવાની કોઈ જરૂર નથી: નીતીશ કુમાર

પુલવામાં હુમલા પછી ધારા 370 હટાવવાની માંગ સતત જોર પકડી રહી છે. લોકો આ અંગે પોતાનું મંતવ્ય પણ રજુ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

પુલવામાં હુમલા પછી ધારા 370 હટાવવાની માંગ સતત જોર પકડી રહી છે. લોકો આ અંગે પોતાનું મંતવ્ય પણ રજુ કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સાફ શબ્દોમાં કહ્યું છે કે તેઓ ધારા 370 હટાવવાના પક્ષમાં બિલકુલ પણ નથી. નીતીશ કુમારે જણાવ્યું કે આતંકી ગતિવિધિઓ રોકવા માટે જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર આપતી ધારા 370 હટાવવાની જરૂર નથી.

આ પણ વાંચો: નીતીશ કુમારે ઉદ્યોગપતિઓને ગોબર અને ગૌમુત્રના ફાયદા ગણાવ્યા

ધારા 370 હટાવવાના પક્ષમાં નથી: નીતીશ કુમાર

ધારા 370 હટાવવાના પક્ષમાં નથી: નીતીશ કુમાર

જમ્મુ કાશ્મીરને વિશેષ અધિકાર આપતી ધારા 370 હટાવવાની માંગ પુલવામાં હુમલા પછી વધારે જોર પકડી રહી છે. ભાજપના ઘણા નેતાઓ ઘ્વારા ધારા 370 વિશે નિવેદન આપવામાં આવ્યું છે. જયારે નીતીશ કુમારનું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ, પરંતુ તેઓ ધારા 370 હટાવવાના પક્ષમાં નથી.

પુલવામાં હુમલા પર કોઈ પ્રકારની રાજનીતિ નહીં કરવી જોઈએ

પુલવામાં હુમલા પર કોઈ પ્રકારની રાજનીતિ નહીં કરવી જોઈએ

નીતીશ કુમારે જણાવ્યું કે તેઓ ધારા 370 હટાવવાના પક્ષમાં નથી અને તેમનું સમર્થન પણ કરતા નથી. નીતીશ કુમારે પુલવામાં હુમલા પછી અલગાવવાદી નેતાઓની સુરક્ષા પાછી લેવા પર જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકાર જે કરી રહી છે, તે સારું કરી રહી છે. નીતીશ કુમારે આગળ જણાવ્યું કે પુલવામાં હુમલા પછી આખા દેશમાં ગુસ્સો છે. તેમને કહ્યું કે પુલવામાં હુમલા પર કોઈ પ્રકારની રાજનીતિ નહીં કરવી જોઈએ.

પુલવામાં હુમલા પછી ધારા 370 હટાવવાની માંગ

પુલવામાં હુમલા પછી ધારા 370 હટાવવાની માંગ

14 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર હુમલો થયો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલા પછી દેશભરમાં પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે. એટલું જ નહીં પરંતુ જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાની પણ માંગ ઉઠી રહી છે.

પીએમ મોદી જિમ કાર્બેટ પાર્કમાં ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત

પીએમ મોદી જિમ કાર્બેટ પાર્કમાં ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત

રણદીપ સુરજેવાલે પ્રહાર કરતા જણાવ્યું કે આખો દેશ પુલવામાં હુમલાના સદમામાં હતો ત્યારે પીએમ મોદી જિમ કાર્બેટ પાર્કમાં ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત હતા. દક્ષિણ કોરિયાના પ્રવાસ પર પણ કોગ્રેસે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે પીએમ મોદી સેર-સપાટા કરવા માટે સિયોલ ગયા છે. તેમને કહ્યું કે પીએમ મોદીએ જવાબ આપવો પડશે કે 56 મહિનામાં 488 જવાનો કેમ શહીદ થયા.

English summary
Nitish Kumar says, can not even think of scrapping article 370
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X