• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દારૂબંધી બાદ નીતિશ સરકારનો વધુ એક મોટો ફેસલો, બિહારમાં પાન મસાલા પર પ્રતિબંધ

|

નવી દિલ્હીઃ દારૂબંધી બાદ હવે બિહારની નીતિશ કુમાર સરકારે વધુ એક મોટો ફેસલો લીધો છે. સરકારે રાજ્યમાં પાન મસાલા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ શુક્રવારથી જ લાગૂ થશે, જેને 12 મહિના એટલે કે એક વર્ષ માટે લગાવવામાં આવ્યો છે. જાણકારી મુજબ બિહારમાં પાન મસાલાના 20 બ્રાન્ડના નમૂના વિવિધ જિલ્લામાંથી લેવામાં આવ્યા હતા. જેના નમૂનાની તપાસમાં મૈગ્નીશિયમ કાર્બોનેટ મળી આવ્યું. મૈગ્નીશિયમ કાર્બોનેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એવામાં પાન મસાલા પર પ્રતિબંધ લગાવવાનો ફેસલો લેવામાં આવ્યો છે.

એક વર્ષ માટે પ્રતિબંધ

એક વર્ષ માટે પ્રતિબંધ

ખાદ્ય સુરક્ષા કમિશનર કમ આરોગ્ય વિભાગના પ્રધાન સચિવ સંજય કુમાર તરફથી લોકોના સ્વાસ્થ્ય પર પડતા દુષ્પ્રભાવોને કારણે પાન મસાલાની ખરીદ-વેચાણ, સંગ્રહ, પરિવહન અને પ્રદર્શન કરવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. શુક્રવારે જાહેર આદેશમાં જણાવવામાં આવ્યું કે રાજ્યોમાં વિવિધ બ્રાન્ડના પાન મસાલાના 20 સેમ્પલની તપાસ કરાવવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું કે આ પાન મસાલામાં મૈગ્નીશિયમ કાર્બોનેટ છે. જેના સેવનથી હાઈપરમૈગ્નેસિયા અને હ્રદયોગની આશંકા વધી જાય છે. જેને ધ્યાનમાં રાખી આ તમામ પાન મસાલા પર તત્કાળ પ્રભાવથી એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

પાન મસાલામાં મૈગ્નીશિયમ કાર્બોનેટ મળતાં કાર્યવાહી

પાન મસાલામાં મૈગ્નીશિયમ કાર્બોનેટ મળતાં કાર્યવાહી

રાજ્યના ખાદ્ય સુરક્ષા કમિશનરે જન સ્વાસ્થ્યના હિતમાં જે પાન મસાલા પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં રજનીગંધા, રાજ નિવાસ, સુપ્રીમ પાન પરાગ, પાન પરાગ, બહાર, બાહુબલી, રાજશ્રી, રૌનક, સિગ્નેચર, પૈસન, કમલા પસંદ અને મધુ પાન મસાલા સામેલ છે. કેટલાક અન્ય બ્રાન્ડના નમૂનાઓને પણ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. આ સંબંધે પ્રદેશના તમામ જિલ્લાધિકારી, અનામત અધિક્ષક, વિભાગીય કમિશનર અને સિવિલ સર્જનોને સૂચના આપી દેવામાં આવી છે, સાથે જ આ આદેશનું પ્રભાવીપણે પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પાન મસાલા પર પ્રતિબંધ લગાવનાર બિહાર બીજું રાજ્ય

પાન મસાલા પર પ્રતિબંધ લગાવનાર બિહાર બીજું રાજ્ય

આ મામલે યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપવામાં આવેલ નિર્દેશ બાદ ખાદ્ય સુરક્ષા કમિશ્નરે રાજ્યના વિવિધ બ્રાન્ડના પાન મસાલા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવી રીતે પાન મસાલા પર પ્રતિબંધ લગાવનાર બિહાર દેશનું બીજું રાજ્ય બની ગયું છે. આ પ્રતિબંધ હજુ એક વર્ષ માટે લગાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે બિહારમાં દારૂ પર પહેલેથી જ પ્રતિબંધ લગાવેલ છે.

Q1માં GDP 5.8 ટકા ઘટીને 5% થયો, પાંચ વર્ષમાં સૌથી ઓછો

English summary
nitish sarkar banned pan masala in bihar for one year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X