સેક્સ કાંડમાં પૂર્વ મંત્રી રાઘવજીને જામીન ના મળી

raghavji
ભોપાલ, 11 જુલાઇ : મધ્યપ્રદેશમાં નોકર સાથે અપ્રકૃતિક સેક્સ કરવાના કૃત્યમાં ફસાયેલા મધ્યપ્રદેશના પૂર્વ નાણામંત્રી રાઘવજીની જામીન અરજી આજે કોર્ટે નકારી કાઢી છે. 22 જુલાઇ સુધીની ન્યાયિક અટકાયતમાં મોકલવામાં આવેલા પૂર્વ નાણા મંત્રીએ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી.

ઘરના નોકર રાજકુમાર દાંગી સાથે અપ્રાકૃતિક કૃત્ય કરવાના આરોપમાં રાઘવજીએ પહેલા તો પોતાના મંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું. ત્યાર બાદ તેમને ભાજપના પ્રાથમિક પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. મંગળવારે પોલીસે રાઘવજીની અટકાયત કરી હતી અને મુખ્ય ન્યાયિક દંડાધિકારીની અદાલતમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમને 22 જુલાઇ સુધી ન્યાયિક હિરાસતમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

સીજેએમના આદેશની વિરુદ્ધ બુધવારે રાઘવજી તરફથી જિલ્લા અને સત્ર ન્યાયાધીશની અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી. આ અરજી વિરુદ્ધ અનેક મુશ્કેલીઓ આવી. જેના પગલે ન્યાયાધીશે જમાનત પર સુનવણી ગુરુવાર સુધી ટાળી હતી. ગુરુવારે બપોર બાદ કોર્ટે રાઘવજીની જામીન અરજી પર સુનવણી કરી હતી. જેમાં તેમને જામીન નહીં આપવાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X